BREAKING NEWS

જામનગર : કચરાની ગાડીમાં આ તે કેવું કમઠાણ...!

  • November 18, 2025 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખા હસ્તકના કચરા કલેકશન વેનમાં સંખ્યાબંધ લોકો મુસાફરી કરતા જોવા મળ્યા હતાં. આ રીતે માલવાહક વાહનમાં માનવ પરીવહન અત્યંત જોખમી છે. આવા વાહનો અને તેમાં સવારી કરનારાઓ માટે ભયજનક હોવા ઉપરાંત રસ્તા પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો માટે પણ મોટું જોખમ બને છે. 


શહેરમાં પવનચક્કીથી ખંભાળીયા ગેઈટ તરફના માર્ગે આવી ગાડી દોડતી જોવા મળી હતી, ત્યારે જાણે શહેરમાં ટ્રાફિકના કાયદાઓનો પકચરોથ થઈ ગયો હતો. ટુ-વ્હીલરમાં ટ્રીપલ સવારીના કેસ કરતી પોલીસને આ ગાડી નહીં દેખાતી હોય...? આ ગાડીમાં પાછળની તરફ નંબર પ્લેટ પણ નથી...! દેખાવ પરથી આ ગાડી મનપાની કચરા કલેકશન વેન હોવાનું જણાઈ આવે છે, ત્યારે આ મુદ્દે તંત્રની પણ કોઈ જવાબદારી થાય કે નહીં...?
​​​​​​​

પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ ચકાસી આ મુદ્દે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવી જરૂરી છે. ફક્ત દંડાત્મક કાર્યવાહી નહીં, પરંતુ વાહન જપ્તી અને આ ગાડીના ડ્રાઈવર-કોન્ટ્રાક્ટર વિગેરે જવાબદારો પાસે માફી સંદેશવાળો વિડીયો પણ બનાવી જનતા માટે સંદેશ મૂકાવવો જોઈએ. કોર્પોરેશનમાં સંબંધિત વિભાગના જવાબદાર અધિકારીઓના પણ ખુલાસા થવા જોઈએ, જેથી ભવિષ્યમાં આવી ગાડીઓ રસ્તા પર દૃશ્યમાન ન થાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application