BREAKING NEWS

ટ્રેનમાં સ્વિગી કરીને મુસાફરો સૌથી વધુ શું મગાવે છે? ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ જણાવ્યું

  • July 09, 2026 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુસાફરી અને ફરવા નીકળી પડવાના વધતા ક્રેઝની સાથે સાથે ટ્રેનમાં સારી ફડ સુવિધા આપવામાં સ્વીગી આગળ નીકળી ગઈ છે અને પાછલા વર્ષેાની તુલનામાં આ વર્ષે ફડ ઓર્ડર કરવામાં મુસાફરોની સંખ્યામાં ૩ ગણો વધારો થયો હોવાનું ખુદ સ્વીગીએ જાહેર કયુ છે.શતાબ્દી, વંદે ભારત, રાજધાની, વગેરે જેવી કેટલીક ટ્રેનોમાં ખોરાક ઉપલબ્ધ છે, પરંતુ હવે ટ્રેનમાં ઘણા અન્ય ખોરાક વિકલ્પો ઉપલબ્ધ છે. ઓનલાઈન ઓર્ડરિંગ વિકલ્પની જેમ, સ્વિગીએ હવે ટ્રેનમાં પણ ખોરાક પહોંચાડવાનું શ કયુ છે. લોકો તેની ફડ ઓન ટ્રેન સેવાનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે, જે ચોક્કસ ખાધ પદાર્થેાનો ઓર્ડર આપવાની મંજૂરી આપે છે. જેની યાદી તાજેતરમાં સ્વિગી ઇન્ડિયા દ્રારા બહાર પાડવામાં આવી છે.જૂનમાં કેટલો ખોરાકનો ઓર્ડર આપવામાં આવ્યો હતો
સ્વિગીના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે એપ્રિલ અને જૂન ૨૦૨૬ દરમિયાન તેની 'ફડ ઓન ટ્રેન' સેવાની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન, ટ્રેનમાં ફડ ઓર્ડર પાછલા વર્ષની તુલનામાં ત્રણ ગણો વધારો થયો છે. કંપનીના જણાવ્યા અનુસાર, ઉનાળાની રજાઓ દરમિયાન વધુ લોકોએ ટ્રેનમાં મુસાફરી કરી હતી, જેના કારણે આ સેવાનો ઉપયોગ પણ વધ્યો હતો. ઘણા મુસાફરોએ એક જ ટિકિટ પર બે કે તેથી વધુ સ્ટેશનો માટે ખોરાકનો ઓર્ડર આપ્યો હતો. પાછલા વર્ષની તુલનામાં આવા ઓર્ડરમાં ૩૦૦% થી વધુ વધારો થયો હતો. આ મુસાફરોએ એક જ સ્ટેશન પર ઓર્ડર આપનારાઓ કરતા લગભગ ૨.૨ ગણો વધુ ખર્ચ કર્યેા હતો.સૌથી વધુ ઓર્ડર આટલી ચીજો માટે આવ્યા
ઉનાળાની ઋતુ દરમિયાન ઠંડા પીણાં અને મીઠાઈઓની માંગમાં પણ નોંધપાત્ર વધારો થયો. સોટ ડિં્રકના ઓર્ડરમાં ૩૫૪%, આઈસ્ક્રીમના ઓર્ડરમાં ૧૪૦% અને લસ્સીના ઓર્ડરમાં બમણો વધારો થયો છે. મેંગો શેકસ ઉનાળામાં સૌથી લોકપ્રિય પીણું હતું, જેની માંગ શિયાળાની સરખામણીમાં લગભગ ૧૦ ગણી વધી હતી. ખોરાકની દ્રષ્ટ્રિએ, ઉનાળા દરમિયાન સ્વિગી દ્રારા ૪,૦૦,૦૦૦ થી વધુ રોટલીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. રોટલી સૌથી વધુ ઓર્ડર કરાયેલ ખાધ પદાર્થ હતો, ત્યારબાદ મસાલા ઢોસા, આલૂ પરાઠા અને મેક આલૂ ટિક્કી બર્ગરનો ક્રમ આવે છે. ચિકન બિરયાની સૌથી લોકપ્રિય માંસાહારી વસ્તુ હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News