રાજકોટ શહેરના પૂર્વ ઝોનના નાગરિકોને જ્યારે ક્યાંયથી જવાબ ન મળે ત્યારે તેઓ ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડના જનસેવા કાર્યાલયનો દરવાજો ખખડાવે છે અને તેમના પ્રશ્નો ઉકેલાય છે. શહેરના ઉપલાકાંઠે પેડક રોડ ઉપર પાણીના ઘોડા પાસે આવેલું તેમનું જનસેવા કાર્યાલય સવારે ૧૦થી રાત્રે આઠ વાગ્યા સુધી સતત ધમધમતું રહે છે, કાર્યાલયમાં તેમના પીએ મનસુખભાઇ પીપળીયા ઉપરાંત કાર્યાલય મંત્રી, કોમ્પ્યુટર ઓપરેટર સહિત કુલ આઠ વ્યક્તિનો સ્ટાફ સતત હાજર રહે છે અને લોકપ્રશ્નો, ફરિયાદો, રજૂઆતો સાંભળી તે ઉકેલવા લગત સરકારી વિભાગોમાં રજૂઆત કરી આપે છે. ફ્ક્ત આટલું જ નહીં જો કોઇ અરજદારને ફોર્મ ભરતા આવડતું ન હોય કે પછી ઓનલાઈન એપ્લિકેશન કરતા આવડતું ન હોય તે માટે પણ કાર્યાલયના સ્ટાફ દ્વારા મદદ કરવામાં આવે છે.અરજદારોનો પ્રશ્ન નળ, ગટર, લાઇટ, સફાઇ, પાણી, રસ્તા વિગેરે મહાનગરપાલિકાને લગતા કામોનો હોય કે પછી આરોગ્ય, શિક્ષણ કે વીજ તંત્રને લગતો હોય, રાશન કાર્ડ, આધાર કાર્ડ કે શિષ્યવૃતિના દાખલાનું કામ હોય જ્યારે નાગરિકોને ક્યાંયથી જવાબ ન મળે ત્યારે તેમને ધારાસભ્ય ઉદયભાઇ કાનગડનું જનસેવા કાર્યાલય યાદ આવે છે અને ત્યાં જતાં જ તેમના પ્રશ્નો ગેરંટીથી ઉકેલાય છે. રાજકોટમાં કાયમ એક ફરિયાદ રહેતી હતી કે રાજકોટના સાંસદો અને ધારાસભ્યો સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકસભા કે વિધાનસભામાં પ્રશ્નો પૂછતા નથી પરંતુ આ મ્હેણું પણ ઉદય કાનગડએ ભાંગ્યું છે, ગુજરાત રાજ્ય વિધાનસભાના સત્ર દરમિયાન લોક સુખાકારીને લગતા અને પ્રજાકીય પ્રશ્નો પૂછી તેમણે રાજકોટનો અવાજ બુલંદ રીતે રજૂ કરી રાજકોટના પ્રતિનિધિત્વની ઉજ્જવળ છબી વિકસાવી છે.
સફળ રજૂઆતો, કરેલા કામોની આછેરી ઝલક
૧.પૂર્વ રાજકોટની સૂચિત સોસાયટીઓ રેગ્યુલરાઇઝ કરવા રજૂઆત
૨.પૂર્વ રાજકોટની પેન્ડિંગ ટીપી સ્કિમો ફાઇનલ કરવા રોડ નેટવર્ક ડેવલપ કરવા રજૂઆત
૩.પૂર્વ રાજકોટમાંથી વિકાસકામોના પ્રોજેક્ટમાં નડતી ૬૬ કેવીની હાઇ ટેન્શન વીજ લાઇન અંગે ઊર્જામંત્રી ને રજૂઆત કરી સ્થળાંતરિત કરાવી
૪. ત્રણ વર્ષમાં વોર્ડ નં.૩, ૪, ૫, ૬, ૧૫ અને ૧૬માં કુલ રૂ.૧૮ કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવી
૫. કેન્સર, બ્રેઇન ટ્યૂમર જેવા ગંભીર રોગોના ગરીબ દર્દીઓને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ.૯ કરોડની સહાય માટે ભલામણ કરી
૬.ઉપલાકાંઠા માટે ૫૦ કરોડથી વધુ રકમના ખર્ચે આજી ડેમ ખાતે નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મંજૂર કરાવ્યો
૭.કુવાડવા રોડ બ્યુટિફિકેશન અને રિસર્ફેસ
૮.ગૌરવપથ પેડક રોડનું બ્યુટિફિકેશન
૯.ઉપલાકાંઠે મ્યુનિસિપલ પાર્ટી પ્લોટ
૧૦.લાલપરી રાંદરડા બ્યુટિફિકેશન પ્રોજેક્ટ
૧૧.વોર્ડ નં.૪માં નદીકાંઠે નવું સ્મશાન
સરકારી યોજનાઓના કેમ્પ, લોકસેવાના કામો
૧.પૂર્વ રાજકોટમાં વિશાળ બિલ્ડિંગમાં જનસેવા કાર્યાલય શરૂ કર્યું
૨.દર વર્ષે વિનામૂલ્યે સર્વ રોગ નિદાન કેમ્પ
૩.દર વર્ષે પીએમ વિશ્વકર્મા કૌશલ સહાય કેમ્પ
૪.દર વર્ષે આયુષ્યમાન કાર્ડ કેમ્પ
૫.દર વર્ષે પૂર્વ રાજકોટની ૫૦૦ પ્રાચીન ગરબીની બાળાઓને લ્હાણી વિતરણ
૬.દર વર્ષે પૂર્વ રાજકોટની સરકારી શાળાઓના વિધાર્થીઓને વિનામૂલ્યે સ્વેટર વિતરણ
૭.દર વર્ષે ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરનાર વિધાર્થીઓનું શીલ્ડથી સન્માન
૮.દર વર્ષે પીએમ નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે સરકારી શાળાઓના ૧૨,૫૦૦થી વધુ વિધાર્થીઓને સ્વખર્ચે ચોકલેટ વિતરણ
૯.દર વર્ષે તુલસી વિવાહના દિવસે કુંડા સાથેના દસ હજાર તુલસી રોપાનું વિનામૂલ્યે વિતરણ
૧૦.દર વર્ષે પોતાના જન્મદિવસે નેત્રયજ્ઞ યોજી ગરીબ દર્દીઓના વિનામૂલ્યે મોતિયા ઓપરેશન ૧૧.કાર્યકર્તાઓને વીમા કવચની ભેટ