BREAKING NEWS

૧૨૭૦ ચી.મી. જમીનની લીઝ પુરી થતા મ્યુ. તંત્રએ બાંધકામ દૂર કરી જગ્યાનો કબજો લીધો

  • November 14, 2025 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર મહાનગર પાલિકા તંત્ર  ધારે તો રાતોરાત જમીન ખાલી કરાવી શકે છે, દબાણો દુર કરી શકે છે, તેનો દાખલો નિલમબાગ સર્કલ વિસ્તારમાં  આવેલી લીઝની જમીન છે. મહાપાલિકા તંત્રએ  લીઝની મુદત પુરી થતા જમીન પર હયાત બાંધકામ દૂર કરી જગ્યાનો  કબજો લઈ લીધો હતો.લીઝ પટ્ટો રીન્યુ અંગે કોર્ટમાં ચાલતા કેસનો ચુકાદો મહાપાલિકાની 
તરફેણમાં આવતા જ મહાપાલિકાએ તાબડતોબ કાર્યવાહી હાથ ધરી હતી.
 ભાવનગર મહાનગરપાલિકા, એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના નિલમબાગ સર્કલ વિસ્તારમાં  આવેલ જુના ફિલ્ટર પૈકીની જગ્યામાં વર્ષ ૧૯૯૩માં ભાવનગર શેર ઇન્વેસ્ટર અને બ્રોકર્સ એસોસિએશનને ફાળવવામાં આવેલ હતી. એસોસિએશનને  ફાળવવામાં આવેલ જમીન પૈકી માત્ર અમુક જગ્યાનો ઉપયોગ કરવામાં આવતો હતો. જયારે બાકીની જમીન બિનઉપયોગી અને પડતર હતી. ઉપરાંત જમીનનો લીઝપટ્ટો પણ પૂર્ણ થઈ ગયો હતો. વધુમાં આ જમીનનો લીઝ પટ્ટો રીન્યુ કરી આપવા બાબતે અસોસિએશન દ્વારા હાઈકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જે મામલે કોર્ટ દ્વારા મહાનગર પાલિકાની તરફેણમાં ચૂકાદો આપવામાં આવ્યો હતો. 
 ફિલ્ટર પૈકીની જગ્યામાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિકાસ જાહેર જનતા માટેનાં કામો હાથ ધરવામાં આવનાર હોય જેમાં આ જમીનની પણ જરૂરીયાત ઉભી થતા મહાનગરપાલિકા દ્વારા નિયમાનુસારની કાર્યવાહી કરી આ જમીન પર રહેલ બાંધકામ દુર કરવામાં આવ્યુ હતુ. અને જમીનનો કબજો લેવામાં આવ્યો હોવાનું મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application