Who rules the hotel industry? These are the world's top 10 hotel companies; Know whether TATA is crowned in the list or not!
હોટેલ ઉદ્યોગમાં કોનું ચાલે છે રાજ? આ છે દુનિયાની TOP 10 હોટેલ કંપનીઓ; જાણો લિસ્ટમાં TATA ની 'તાજ' છે કે નહીં!
વૈશ્વિક સ્તરે હોટેલ ઉદ્યોગ ખૂબ જ વિશાળ છે, જેમાં બજેટ ફ્રેન્ડલી રૂમ્સથી લઈને અત્યંત આલીશાન અને લક્ઝુરિયસ રિસોર્ટ્સનો સમાવેશ થાય છે. માર્કેટ કેપિટલ (બજાર મૂલ્ય) અને હોટેલ્સની સંખ્યાના આધારે વિશ્વભરમાં કઈ કંપનીઓનું વર્ચસ્વ છે, તેની એક યાદી જાહેર થઈ છે. આ યાદીમાં અમેરિકન કંપનીઓનો દબદબો સ્પષ્ટપણે જોવા મળે છે.
વિશ્વની સૌથી મોટી હોટેલ કંપનીઓ અને ભારતીય કંપનીઓની સ્થિતિની વિગતવાર
મેરિયટ ઇન્ટરનેશનલ:- ૧૪૬ દેશોમાં નંબર ૧ સામ્રાજ્ય
માર્કેટ કંપની દ્રષ્ટિએ અમેરિકાની મેરિયટ ઇન્ટરનેશનલ દુનિયાની સૌથી મોટી હોટેલ કંપની છે, જેનું બજાર મૂલ્ય અંદાજે ૯.૪૩ લાખ કરોડ રૂપિયા ($98.55 અબજ) છે. હોટેલની સંખ્યાના હિસાબે પણ તે વિશ્વમાં પ્રથમ ક્રમે છે. આ કંપની ૧૪૬ દેશોમાં પોતાના ૩૦થી વધુ બ્રાન્ડ્સ હેઠળ ૯,૯૦૦થી વધુ હોટેલ પ્રોપર્ટીઝનું સંચાલન કરે છે.
માર્કેટ કેપના આધારે દુનિયાની TOP 10 હોટેલ કંપનીઓ
૧ મેરિયટ ઇન્ટરનેશનલ અમેરિકા (USA) ૯૮.૫૫
૨ હિલ્ટન વર્લ્ડવાઇડ અમેરિકા (USA)૭૫.૭૭ અબજ ડોલર
૩ લાસ વેગાસ સેન્ડ્સ અમેરિકા (USA)૩૩.૯૩ અબજ ડોલર
૪ ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ્સ ગ્રુપ બ્રિટન (UK)૨૩.૪૯ અબજ ડોલર
૫ ઓરિએન્ટલ લેન્ડ જાપાન૨૨.૭૧ અબજ ડોલર
૬ ગેલેક્સી એન્ટરટેઇનમેન્ટ હોંગકોંગ ૧૭.૯૨ અબજ ડોલર
૭ હયાત હોટેલ અમેરિકા (USA)૧૭.૪૩ અબજ ડોલર
૮ હોસ્ટ હોટેલ્સ અમેરિકા (USA)૧૬.૪૦ અબજ ડોલર
૯ એચ વર્લ્ડ ગ્રુપ ચીન ૧૩.૬૩ અબજ ડોલર
૧૦ એકોર ફ્રાન્સ ૧૨.૪૭ અબજ ડોલર
વિશ્વની ટોપ ૧૦ કંપનીઓમાં એકલા અમેરિકાની જ ૬ કંપનીઓ સામેલ છે, જે તેની મજબૂત પકડ દર્શાવે છે.
?? ટાટા ગ્રુપની 'તાજ' કયા ક્રમે છે?
ભારતીય ભક્તો અને રોકાણકારો માટે ગર્વની વાત એ છે કે ટાટા ગ્રુપની પ્રખ્યાત બ્રાન્ડ 'તાજ' હોટેલનું સંચાલન કરતી ઇન્ડિયન હોટેલ્સ કંપની (IHCL) વૈશ્વિક સ્તરે ૧૫મા ક્રમે સ્થાન ધરાવે છે. ૯.૭૪ અબજ ડોલરની માર્કેટ કેપિટલ સાથે તે ભારતની સૌથી મોટી હોટેલ કંપની છે.
આ સિવાય અન્ય ભારતીય હોટેલ બ્રાન્ડ્સની સ્થિતિ પણ મજબૂત થઈ રહી છે
EIH (ઓબેરોય હોટેલ્સ)- ૧.૮૮ અબજ ડોલરના માર્કેટ કેપ સાથે વિશ્વમાં ૩૮મા ક્રમે છે.
ચેલેટ હોટેલ્સ (Chalet Hotels)- ૧.૭૬ અબજ ડોલરની બજાર કિંમત સાથે તે ૪૧મા સ્થાન પર છે.
ડેલ્ટા કોર્પ (Delta Corp):- ૧૮ કરોડ ડોલરના માર્કેટ કેપ સાથે લિસ્ટમાં ૫૯મા ક્રમે આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application