સુપ્રીમ કોર્ટે મેડિકલ ટર્મિનેશન આફ પ્રેન્સી એકટની જોગવાઈ પર સવાલ ઉઠાવ્યા છે અને જણાવ્યું છે કે ગર્ભ ૨૪ સાહથી વધુનો હોય તો પીડિતાને ગર્ભપાતની મંજૂરી કેમ નહી? મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે મુંબઈની સગીર બળાત્કાર પીડિતાના ગર્ભપાત સંબંધિત અરજી પર સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે મેડિકલ ટર્મિનેશન આફ પ્રેન્સી એકટની જોગવાઈ પર સવાલ ઉઠાવ્યા છે.જો સગીરા પર રેપ થયો હોય અને તે ગર્ભ ચાલુ રાખવા ન માગતી હોય તો પણ આમાં ૨૪ અઠવાડિયાથી વધુની ગર્ભાવસ્થાના ગર્ભપાતની મંજૂરી નથી. કોર્ટે કહ્યું કે વિધાનસભાનું મૂલ્યાંકન એ હતું કે અસામાન્ય ગર્ભ ગર્ભવતી મહિલાની સ્થિતિ પર સૌથી વધુ પ્રતિકૂળ અસર કરે છે.તેનો અર્થ એ કે અસામાન્ય ગર્ભ પર અન્ય કોઈપણ સંજોગો કરતાં વધુ પ્રતિકૂળ અસરો થશે. કોર્ટે કહ્યું કે આ મૂલ્યાંકન વૈજ્ઞાનિક માપદંડો પર આધારિત હોય તેવું લાગતું નથી. તે એવી ધારણા પર આધારિત છે કે અસામાન્ય ગર્ભ ક્રીને સૌથી વધુ નુકસાન પહોંચાડશે.
શું છે સમગ્ર મામલો
સગીર બળાત્કાર પીડિતાની ૨૮ સાહની પ્રેગનન્સીને સમા કરવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં એમ પણ કહ્યું હતું કે યારે પણ ૨૪ અઠવાડિયાથી વધુની પ્રેન્સી હોય છે ત્યારે તેને ખતમ કરવા માટે બંધારણીય અદાલતનો દરવાજો ખખડાવવામાં આવે છે. ત્યારબાદ મેડિકલ ટર્મિનેશન આફ પ્રેન્સી એકટ હેઠળ મેડિકલ બોર્ડની રચના કરવામાં આવે છે, જેથી કરીને જાણી શકાય કે ભ્રૂણ અસામાન્ય છે કે કેમ. સગર્ભા ક્રીનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પણ સુનિશ્ચિત કરવામાં આવે છે
કોર્ટનો આ નિર્ણય કેમ મહત્વનો છે?
આકટોબર ૨૦૨૧ માં, કેન્દ્ર સરકારે ગર્ભાવસ્થા સમા કરવાના કાયદામાં ફેરફાર કર્યેા અને કેટલીક શરતો સાથે ગર્ભપાત માટેનો સમયગાળો ૨૦ અઠવાડિયાથી વધારીને ૨૪ અઠવાડિયા કર્યેા. આ હેઠળ, વિશેષ શ્રેણીની મહિલાઓ માટે ગર્ભાવસ્થા સમા કરવાનો સમયગાળો વધારીને ૨૪ અઠવાડિયા કરવામાં આવ્યો હતો. આમાં, બળાત્કાર પીડિતા અથવા વૈવાહિક સ્થિતિમાં ફેરફારના કિસ્સામાં સમાિની મંજૂરી આપવામાં આવી હતી.નિયમો અનુસાર, ૨૪ અઠવાડિયા પછી સમાિ ત્યારે જ થશે યારે ગર્ભ અસામાન્ય હોય અને ક્રીને ઇજા પહોંચાડે અથવા ગર્ભ મહિલાના જીવન માટે જોખમ ઊભું કરે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં બળાત્કાર પીડિતા અને સગીર ગર્ભવતીના કેસને સામેલ ન કરવા પર સવાલ ઉઠાવ્યા છે. આવા અનેક મામલા બંધારણીય અદાલત સમક્ષ આવ્યા અને અદાલતે હસ્તક્ષેપ કરવો પડો. આ પ્રશ્નનો જવાબ વિધાનસભાએ શોધવો પડશે, જેથી આવા પીડિતોને રક્ષણ મળી શકે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા ગરમીથી રાહત: તાપમાન ૩૮
May 03, 2025 11:10 AMજામનગરમાં કારખાનાની સેફટી ટેન્કની સફાઇ દરમ્યાન ગેસ ગળતર: શ્રમીક બેભાન
May 03, 2025 11:09 AMએઆઈ કેન્સર ડીટેકશનમાં પણ ઉપયોગી: ૫૦ લાખ લોકોમાં ફેફસાના કેન્સરનું નિદાન કર્યું
May 03, 2025 11:01 AMખેડૂત નેતા રાકેશ ટિકૈતની પાઘડી ઉછાળવાનો મામલો ગરમાયો
May 03, 2025 10:59 AMગુજરાત સ્થાપના દિને લોકડાયરો યોજાયો
May 03, 2025 10:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech