BREAKING NEWS

ચાર્જિંગ પર મુકતા જ કેમ ફૂલી જાય છે ફોનની બેટરી? જાણો તેની પાછળનું અસલી વિજ્ઞાન અને તેનાથી બચવાના ઉપાયો

  • June 01, 2026 04:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Why does the phone's battery swell as soon as it is put on charging? Know the real science behind it and ways to avoid it
ચાર્જિંગ પર મુકતા જ કેમ ફૂલી જાય છે ફોનની બેટરી? જાણો તેની પાછળનું અસલી વિજ્ઞાન અને તેનાથી બચવાના ઉપાયો 
મોટાભાગના લોકો નવો સ્માર્ટફોન લીધા પછી જૂના ફોનને એમનેમ કબાટ કે ડ્રોઅરમાં મૂકી રાખે છે. પરંતુ ટેક એક્સપર્ટ્સના મતે, આ આદત તમારા કિંમતી ઉપકરણને હંમેશા માટે બગાડી શકે છે. મહિનાઓ સુધી સ્વિચ-ઓફ રહેલા એન્ડ્રોઇડ ફોનની બેટરીની અંદર રાસાયણિક સંતુલન બગડી જાય છે, જેના કારણે તેને ફરીથી ચાર્જ કરવો અત્યંત મુશ્કેલ બને છે અને મોટું નુકસાન થઈ શકે છે.

બેટરી ફૂલવાનું અસલી કારણ
આજના સ્માર્ટફોન્સમાં લિથિયમ-આયન (Lithium-ion) બેટરીનો ઉપયોગ થાય છે, જેમના ચાર્જિંગ સાયકલ મર્યાદિત હોય છે. જ્યારે કોઈ ફોન લાંબો સમય બંધ રહે છે અને પછી તેને અચાનક હાઈ કરંટ સાથે ચાર્જ કરવામાં આવે, ત્યારે આંતરિક કેમિકલ રિએક્શનને કારણે તેની અંદર ખતરનાક ગેસ બનવા લાગે છે. આ સિવાય ઓવરચાર્જિંગ (રાતભર ચાર્જિંગ), વોલ્ટેજની વધ-ઘટ અથવા અતિશય ગરમ વાતાવરણમાં ફોન વાપરવાથી પણ બેટરી ફૂલવાનું કે ફાટવાનું જોખમ રહે છે.
તમારા ફોનની બેટરી હેલ્થને લાંબા સમય સુધી ટકાઉ રાખવા માટે આ બાબતોનું ધ્યાન રાખો
૧. સમયાંતરે ચાર્જ કરતા રહો 
 જો તમે કોઈ સેકન્ડરી ફોન વાપરતા ન હોવ, તો પણ તેની બેટરી જીવંત રાખવા માટે દર થોડા દિવસે તેને એકવાર ચાર્જ કરી લેવો જોઈએ.
૨. ૮૦% નો સુવર્ણ નિયમ:- બેટરી લાઈફ લાંબી ચલાવવા માટે તેને ક્યારેય ૧૦૦% સુધી ઓવરચાર્જ ન કરો, ૮૦% સુધી ચાર્જ થતાં જ પ્લગ કાઢી લેવો હિતાવહ છે. તેમજ ફોન સાવ ઓટોમેટિક બંધ (૦%) થાય તે પહેલાં જ ચાર્જિંગમાં મૂકી દો.
૩. અસલી એક્સેસરીઝનો આગ્રહ:- હંમેશા ફોનની સાથે આવેલા ઓરિજિનલ ચાર્જર અને કેબલનો જ ઉપયોગ કરો.
૪. ચાર્જિંગ વખતે ગેમિંગ બંધ કરો:- ફોનને હંમેશા ઠંડી અને સખત સપાટી પર રાખીને ચાર્જ કરો. જ્યારે ફોન ચાર્જ થઈ રહ્યો હોય ત્યારે તેના પર હેવી ગેમિંગ કે લાઈવ સ્ટ્રીમિંગ કરવાનું ટાળો, કારણ કે તેનાથી ઓવર હીટિંગ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News