BREAKING NEWS

મવડીના અંકુર રોડ પહોળો કરી ૧૫૦ ફૂટ રોડ સાથે જોડવાનું ચાર વર્ષથી ટલ્લે ચડ્યું

  • November 19, 2025 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૧૨ના મવડી વિસ્તારમાં આવેલ અંકુર રોડ પહોળો કરી ૧૫૦ ફૂટ રિંગ રોડ સાથે જોડવાનું ચાર વર્ષ પૂર્વે જાહેર કર્યું હતું, દરમિયાન આ કામે ૭૦ મિલકતો કપાતમાં જતી હોય ત્યારબાદ અચાનક આ કામ અટકાવી દેવાયું હતું, દરમિયાન ચાર વર્ષથી આ કામ ટલ્લે ચડ્યું હોય હવે આ મામલે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા ઇન્ચાર્જ ટીપીઓ અને ઝોનલ સિટી એન્જિનિયરને લેખિત રજૂઆત કરાઇ છે.

વિશેષમાં રાજકોટ મહાપાલિકાના ઇન્ચાર્જ ટાઉન પ્લાનિંગ ઓફિસર અને વેસ્ટ ઝોનના સિટી એન્જિનિયરને સામાજિક કાર્યકર સવજીભાઇ ફળદુએ કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, મવડી વોર્ડ નં.૧૨માં આવેલ ગોકુલધામથી ઉમિયા સર્કલ સુધીના રસ્તા ઉપર દુકાનો આવેલ હોય તથા અતિશય સાંકડો હોવાથી રાહદારીઓ તથા વાહન ચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલી થતી હોય નજીકમાં આવેલ મવડીનો અંકુર રોડ જે ૧૫૦ ફૂટ રીંગ રોડ સુધી જોડતા ૭૦ મિલ્કતો કપાતમાં આવતી હોવાથી અધવચ્ચેથી રોડનું કામ અંદાજે ચાર વર્ષ થયા અટકી ગયું છે. આથી કપાતમાં આવતી મિલકતોની સ્થળ તપાસ અને સર્વે કરાવી તાત્કાલિક યોગ્ય નિર્ણય લઇને મવડીના અંકુર રોડને ૧૫૦ ફૂટ રીંગ રોડ સુધી જોડવા માટે રોડ રસ્તાના કામો ચાલુ કરાવી અપાવવા માંગ છે તેમ રજૂઆતના અંતમાં જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application