BREAKING NEWS

ભાણવડના સણખલા ગામમાં પાણી વાળવા બાબતે પત્નીની કરપીણ હત્યા

  • February 11, 2026 06:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાણવડના સણખલા ગામમાં પાણી વાળવા બાબતે દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો દરમ્યાનમાં પરપ્રાંતીય શખ્સ દ્વારા ઉશ્કેરાઇ જઇ પત્નીને બેફામ માર મારી ઢીમ ઢાળી દીધાનું બહાર આવ્યુ છે આ બનાવ અંગેની વિગતો સામે આવતા ડીવાયએસપી દ્વારા તપાસ કરીને આરોપીને પકડી જેલ હવાલે કર્યો છે. 


મધ્યપ્રદેશ રાજ્યના રતલામ જિલ્લાના કમલપાડા વિસ્તારના મૂળ રહીશ અને હાલ પોરબંદર તાલુકાના સોઢાણા ગામે રહી અને ખેત મજૂરી કામ કરતા નંદરામ સોમા ગરવાલ આદિવાસી નામના ૩૨ વર્ષના શખ્સે સોમવાર તા. ૯ ના રોજ બપોરના સમયે ભાણવડ તાલુકાના સણખલા ગામે તેના પત્ની રેખાબેન સાથે ઘઉમાં પાણી વાળવા બાબતે ઝઘડો કરી બોલાચાલી કરી હતી. 


આ બનાવ બાદ ઉશ્કેરાયેલા નંદરામ ગરવાલે પોતાના પત્ની રેખાબેનને માથામાં લોખંડના પાવડાનો ઘા ઝીંકી દીધો હતો. આટલું જ નહીં, આરોપી દ્વારા પોતાના પત્નીને બેફામ માર મારી, ગંભીર ઇજાઓ પહોંચાડી ગળાના ભાગે હુમલો કરતા અથવા તો ગળું દબાવી દેતા તેમનું મૃત્યુ નિપજાવ્યું હતું.


જે અંગેની ધોરણસર ફરિયાદ પ્રતાપભાઈ ભીખાભાઈ કોડીયાતર (ઉ.વ. ૩૫, રહે. અડવાણા)એ નંદરામ સોમા સામે ભાણવડ પોલીસ મથકમાં નોંધાવી હતી. આ બનાવ બનતા અહીંના ડીવાયએસપી વી.પી. માનસેતા તેમજ ભાણવડના પી.આઈ. સી.એલ. દેસાઈ તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તાકીદની કાર્યવાહી કરી, આરોપીની અટકાયત કરી લીધી હતી.
​​​​​​​

ઝડપાયેલા આરોપીને તપાસનીસ પોલીસ અધિકારી પી.આઈ. ચેતન દેસાઈ દ્વારા અદાલતમાં રજૂ કરવામાં આવતા નામદાર અદાલતે આરોપી પતિ નંદરામ સોમા ગરવાલને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application