BREAKING NEWS

2026માં બોલિવૂડની ચમક ફિક્કી પડશે? બોક્સ ઓફિસ કલેક્શનમાં મોટા ઘટાડાની આશંકા

  • April 26, 2026 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી હાલમાં ભારે અસમંજસ અને ચિંતાના માહોલમાંથી પસાર થઈ રહી છે. તાજેતરના અહેવાલો મુજબ, વર્ષ 2026માં બોક્સ ઓફિસ પર થનારી કમાણીમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. મોટી ફિલ્મોના શૂટિંગમાં વિલંબ, રી-શૂટિંગનો ક્રેઝ અને નબળી માર્કેટિંગ સ્ટ્રેટેજીને કારણે ફિલ્મ જગત પર દબાણ વધ્યું છે.


ગ્રોથ રેટના અંદાજમાં ધરખમ કાપ
ફિલ્મ ટ્રેડ એક્સપર્ટ્સના મતે, 2026માં બોક્સ ઓફિસ ગ્રોથનો અંદાજ જે પહેલા 25-30% હતો, તે હવે ઘટાડીને 10-15% કરવામાં આવ્યો છે.


મોટી ફિલ્મો પાછળ ઠેલાતા ગણિત બગડ્યું

ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે સૌથી મોટો ફટકો એ છે કે ઘણી બિગ બજેટ ફિલ્મો હવે 2026 ને બદલે 2027 માં રિલીઝ થશે.


રિલીઝ ટળી: 'લવ એન્ડ વોર', 'ડ્રેગન' અને 'નાગઝિલા' જેવી ફિલ્મો હવે છેક 2027માં આવશે.


અનિશ્ચિતતા: 'માતૃભૂમિ', 'ગબરુ', 'બટવારા 1947' અને 'કિંગ' જેવી ફિલ્મો ક્યારે પૂરી થશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી.


નબળો પ્રતિસાદ: 'રામાયણ' અને 'ટોક્સિક' જેવી હાઈ-પ્રોફાઈલ ફિલ્મોના ટીઝરને મિશ્ર પ્રતિસાદ મળતા મેકર્સમાં ચિંતા વધી છે.


રી-શૂટિંગ અને આત્મવિશ્વાસનો અભાવ
'ધુરંધર' ફ્રેન્ચાઈઝીની સફળતા બાદ મેકર્સ હવે જોખમ લેવા તૈયાર નથી. ઘણી ફિલ્મોના એક્શન સીન્સ ફરીથી શૂટ કરવામાં આવી રહ્યા છે. ટ્રેડ એનાલિસ્ટ એસ. કુમાર મોહન જણાવે છે કે, "મેકર્સમાં પોતાના કન્ટેન્ટને લઈને આત્મવિશ્વાસની કમી દેખાઈ રહી છે, જેના કારણે ફિલ્મો વારંવાર પાછી ઠેલવામાં આવી રહી છે."


​​​​​​​મિડ-બજેટ ફિલ્મો અને સાઉથનો ઓછો સપોર્ટ

ડિસ્ટ્રિબ્યુટર્સ માને છે કે માત્ર મિડ-બજેટ ફિલ્મો પર નિર્ભર રહેવું જોખમી છે, કારણ કે તેમની માર્કેટિંગ નાના શહેરો સુધી પહોંચતી નથી. સાથોસાથ, 2026માં સાઉથની 'પેન-ઇન્ડિયા' ફિલ્મોની સંખ્યા પણ ઓછી હોવાથી બોક્સ ઓફિસ કલેક્શનને મળતો મોટો સપોર્ટ ગુમ જણાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application