BREAKING NEWS

રાફેલ અને તેજસની ટીમમાં સામેલ થશે ‘ગ્રિપેન’ લડાયક વિમાન? સ્વીડિશ કંપનીની ભારતને અત્યાર સુધીની સૌથી મોટી ઓફર

  • February 09, 2026 11:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિંગાપોર એરશો (૩ થી ૮ ફેબ્રુઆરી) દરમિયાન સંરક્ષણ ક્ષેત્રે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સ્વીડનની દિગ્ગજ રક્ષા કંપની સ્વેન્સ્કા એરોપ્લાન અક્તીબોલાગેટએ ભારતીય વાયુસેના (IAF) માટે પોતાના અત્યાધુનિક લડાયક વિમાન 'ગ્રિપેન ઈ' (Gripen E) ને લઈને એક અત્યંત મહત્વકાંક્ષી પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવથી ચીન અને પાકિસ્તાન જેવા પડોશી દેશોમાં ચિંતા વધી ગઈ છે, કારણ કે SAAB એ માત્ર વિમાન વેચવાની જ નહીં, પણ ભારતમાં વિશ્વનું સૌથી અદ્યતન એરોસ્પેસ ઇકોસિસ્ટમ બનાવવાની ખાતરી આપી છે.


ટેકનોલોજીનો પાવરહાઉસ અને ઝડપી ડિલિવરી
SAAB ના વાઇસ પ્રેસિડેન્ટ મિકેલ ફ્રાન્ઝેને જણાવ્યું હતું કે 'ગ્રિપેન ઈ' હાલમાં બજારમાં ઉપલબ્ધ સૌથી આધુનિક અને કિફાયતી લડાયક પ્રણાલી છે. આ વિમાનની કેટલીક ખાસિયતો નીચે મુજબ છે:


ઝડપી સપ્લાય: કંપનીએ દાવો કર્યો છે કે કરાર થયાના માત્ર ૩ વર્ષની અંદર વિમાનોની ડિલિવરી શરૂ કરી દેવામાં આવશે. શરૂઆતમાં વિમાનો સ્વીડનથી આવશે અને ત્યારબાદ ભારતમા જ તેનું ઉત્પાદન વેગવંત બનાવવામાં આવશે.


રાફેલ અને તેજસ સાથે જોડાણ: મિકેલ ફ્રાન્ઝેને ભારપૂર્વક કહ્યું કે ગ્રિપેન એ રાફેલ અને સ્વદેશી તેજસ વિમાન સાથે મળીને ભારતીય વાયુસેનાની મારક ક્ષમતામાં અનેકગણો વધારો કરશે.


હાઈ અવેલેબિલિટી: કોઈપણ યુદ્ધની સ્થિતિમાં ગ્રિપેન અન્ય ફાઈટર જેટ્સની સરખામણીએ વધુ સમય સુધી ઓપરેશનલ રહી શકે છે.


ભારતના ઈતિહાસનું સૌથી મોટું ટેકનોલોજી ટ્રાન્સફર
SAAB એ ભારતને સંરક્ષણ ઉડ્ડયનના ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટા ટેકનોલોજી ટ્રાન્સફર (ToT) નો પ્રસ્તાવ આપ્યો છે.


સોફ્ટવેરની આઝાદી: આ પ્રસ્તાવ હેઠળ ભારતીય વાયુસેના સ્વીડિશ ઉત્પાદકની મદદ લીધા વિના પોતાની જરૂરિયાત મુજબનું સોફ્ટવેર વિકસાવી અને પ્રમાણિત કરી શકશે.


AI ક્ષમતાઓ: ગ્રિપેન પાસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની અદ્યતન ક્ષમતાઓ છે, જે તેને દુશ્મન સામે લીડ અપાવે છે.


AMCA માટે પાયો: આ ટેકનોલોજી ભારતની સ્વદેશી પાંચમી પેઢીના વિમાન પ્રોજેક્ટ AMCA (Advanced Medium Combat Aircraft) માટે એક ‘સ્ટેપિંગ સ્ટોન’ એટલે કે પાયાનો પત્થર સાબિત થઈ શકે છે.


300 થી વધુ ભારતીય કંપનીઓને મળશે તક
સ્વીડિશ કંપનીની યોજના માત્ર વિમાન વેચવા પૂરતી સીમિત નથી પરંતુ ભારતને આત્મનિર્ભર બનાવવાની છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ભારતની ૩૦૦ થી વધુ નાની અને મધ્યમ (MSME) કંપનીઓને સપ્લાય ચેઈન સાથે જોડવામાં આવશે. ભારતને આ ક્ષેત્રમાં એક રિજનલ ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે વિકસાવવામાં આવશે, જેનાથી ભવિષ્યમાં ભારત અન્ય દેશોને પણ આ ટેકનોલોજી અને વિમાનના પાર્ટ્સ નિકાસ કરી શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application