BREAKING NEWS

નવેમ્બરમાં બોલિવૂડ બોકસ ઓફિસ પર રાજ કરશે

  • October 20, 2025 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાળીના તહેવારો પુરા થાય પછી નવેમ્બરમાં કુલ ૧૦ બોલીવુડ ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ યાદીમાં 'ઈક્કીસ', 'દે દે પ્યાર દે ૨', થી લઈને 'તેરે ઇશ્ક મેં' સુધીની દરેક ફિલ્મનો  સમાવેશ થાય છે.
ઈક્કીસ
અગસ્ત્ય નંદા અભિનીત ફિલ્મ ''ઈક્કીસ'' ૭ નવેમ્બરે સિનેમાઘરોમાં આવશે.આ ફિલ્મ અમિતાભ બચ્ચનની પૌત્રીના બોલીવુડ ડેબ્યૂને ચિ઼િત કરે છે. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર અને જયદીપ અહલાવત પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવતા જોવા મળશે.
હક
યામી ગૌતમ અને ઇમરાન હાશ્મીની ફિલ્મ ''હક'' ૭ નવેમ્બરે રિલીઝ થવાની છે.આ ફિલ્મ લોકપ્રિય શાહ બાનો કેસ પર આધારિત છે અને તેનું દિગ્દર્શન સુપર્ણ એસ. વર્મા દ્રારા કરવામાં આવ્યું છે.
જટાધારા
સોનાક્ષી સિંહાની ફિલ્મ ''જટાધારા'' માં સુધીર બાબુ અને શિલ્પા શિરોડકર પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે.અભિષેક જયસ્વાલ અને વેંકટ કલ્યાણ દ્રારા દિગ્દર્શિત આ ફિલ્મ ૭ નવેમ્બરે રિલીઝ થશે.
દે દે પ્યાર દે ૨
''દે દે પ્યાર દે ૨'' આ વર્ષની સૌથી અપેક્ષિત કોમેડી ફિલ્મોમાંની એક છે.અજય દેવગણ અને રકુલ પ્રીત સિંહ અભિનીત આ ફિલ્મ ૧૪ નવેમ્બરે સિનેમાઘરોમાં આવશે.''દે દે પ્યાર દે ૨'' માં આર. માધવન, મીઝાન જાફરી અને ઇશિતા દત્તા પણ છે.
મસ્તી ૪
''મસ્તી ૪'' ફરી એકવાર વિવેક ઓબેરોય, રિતેશ દેશમુખ અને આફતાબ શિવદાસાની ત્રિપુટીને ફરીથી જોડશે.આ કોમેડી ફ્રેન્ચાઇઝ ૨૧ નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
૧૨૦ બહાદુર
ફરહાન અખ્તરની ફિલ્મ ''૧૨૦ બહાદુર'' પણ ૨૧ નવેમ્બરે રિલીઝ થવાની છે.આ ફિલ્મ ૧૯૬૨ના ભારત–ચીન યુદ્ધ દરમિયાન રેઝાંગ લાના યુદ્ધ પર આધારિત છે. ફરહાન ''૧૨૦ બહાદુર'' માં મેજર શૈતાન સિંહની ભૂમિકા ભજવતો જોવા મળશે.
ગુસ્તાખ ઇશ્ક
રોમેન્ટિક ફિલ્મ ''ગુસ્તાખ ઇશ્ક'' ૨૧ નવેમ્બરે મોટા પડદા પર રિલીઝ થવાની છે.આ ફિલ્મમાં ફાતિમા સના શેખ અને વિજય વર્મા રોમાન્સ કરતા જોવા મળશે.
હોન્ટેડ – ઘોસ્ટસ
ઓફ ધ પાસ્ટ ૩ડી
મીમોહ ચક્રવર્તી અને ચેતના પાંડે ''હોન્ટેડ – ઘોસ્ટસ ઓફ ધ પાસ્ટ ૩ડી'' માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.વિક્રમ ભટ્ટની આ હોરર ફિલ્મ ૨૧ નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
તેરે ઇશ્ક મેં
કૃતિ સેનન અને ધનુષની પ્રેમકથા ''તેરે ઇશ્ક મેં'' ૨૦૨૫ ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે.આનદં એલ. રાય દ્રારા દિગ્દર્શિત આ ફિલ્મ ૨૮ નવેમ્બરે મોટા પડદા પર રિલીઝ થશે.
૨૦૨૦ દિલ્હી
બ્રિજેન્દ્ર કલા અભિનીત ''૨૦૨૦ દિલ્હી'' પણ ૧૪ નવેમ્બરે મોટા પડદા પર રિલીઝ થશે.દેવેન્દ્ર માલવિયા દ્રારા દિગ્દર્શિત, આ ફિલ્મ દિલ્હી રમખાણો પર આધારિત છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application