રવિ અને સોમવારે બે દિવસ માટે ઠંડા પવન અને ભેજના કારણે ગરમીના પ્રમાણમાં થોડી રાહત મળ્યા પછી હવે ઉનાળો શરૂ થઈ ગયો હોય તેવી ગરમીનો પ્રારંભ થયો છે. શિયાળાની સિઝન આ વખતે પ્રમાણમાં નબળી રહી છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આ વખતે શિયાળાની સિઝનમાં એક પણ દિવસ માટે કોલ્ડ વેવનું રેડ કે યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું નથી. એકમાત્ર કચ્છમાં બે દિવસ માટે આવું એલર્ટ આપવામાં આવ્યું હતું અને ત્યારે પણ લઘુતમ તાપમાનનું પ્રમાણ કચ્છમાં પાંચ ડિગ્રી નોંધાયું હતું.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો આ વખતે શિયાળાની સિઝનમાં ઠંડીની તીવ્રતા એકમાત્ર ગિરનાર પર્વત પર વધારે જોવા મળી હતી. અહીં લઘુતમ તાપમાન પાંચ ડિગ્રીથી નીચે ઉતરી ગયું હતું પરંતુ ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની વાત કરીએ તો જાન્યુઆરી માસમાં તારીખ તા. 3 થી 11 સુધી એટલે કે માત્ર આઠ દિવસ માટે લઘુતમ તાપમાન અનેક જગ્યાએ સિંગલ ડિજીટમાં આઠથી નવ ડિગ્રી વચ્ચે જોવા મળ્યું હતું. નલિયા અને ગિરનાર પર્વતમાં પાંચ ડિગ્રી આસપાસ તાપમાન હતું. ડિસેમ્બર માસમાં નાતાલના તહેવારોની આસપાસ ઠંડી તેની તીવ્રતમ કક્ષાએ હોય છે પરંતુ આ વખતે તેમ પણ થયું નથી. ડીસા અને નલિયામાં પણ ઠંડીએ જોઈએ તેવી જમાવટ કરી નથી.
સામાન્ય રીતે ફેબ્રુઆરી માસમાં પણ ઠંડી હોય છે અને હોળી તાપીને શિયાળો જતો હોય છે તેવી જૂની કહેવત છે. પરંતુ આ વખતે ફેબ્રુઆરીના પ્રારંભથી જ જાણે ઉનાળો બેસી ગયા હોય તેવી ગરમી શરૂ થઈ છે. આ માટે લા નીનોની ઓછી અસર અને ગ્લોબલ વોર્મિંગ જવાબદાર ગણવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application