BREAKING NEWS

ગુજરાતમાં શિયાળાની ‘એક્ઝિટ’ અને ઉનાળાની વહેલી ‘એન્ટ્રી’: રાજ્યમાં વધશે ગરમી

  • February 19, 2026 08:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફેબ્રુઆરી મહિનો હજુ પૂરો પણ નથી થયો ત્યાં ગુજરાતમાં ગરમીનો પારો આસમાને પહોંચવા લાગ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાત પર સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફની અસરને કારણે રાજ્યમાં તાપમાન વધવાની પૂરેપૂરી શક્યતા છે. આગામી ૨૪ કલાક બાદ રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે.


હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા મુજબ, આ વર્ષે ફેબ્રુઆરીમાં તાપમાન સામાન્ય કરતા વધુ ઊંચું રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના વાતાવરણમાં આવેલા પલટાને કારણે ગરમીનું પ્રમાણ વધશે. લોકોને માર્ચ મહિના પહેલા જ આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે.


​​​​​​​બેવડી ઋતુનો માર અને આરોગ્ય

તાપમાનમાં આવતા આ અચાનક ઉછાળાને કારણે લોકો 'મિક્સ સીઝન'નો ભોગ બની રહ્યા છે. વહેલી સવારે ઠંડી અને બપોરે ૩૪ ડિગ્રીથી વધુ તાપમાનને કારણે વાયરલ ઇન્ફેક્શન, શરદી અને ઉધરસના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ખેતીના પાક પર પણ આ વધતા તાપમાનની અસર જોવા મળી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application