ગઇકાલે સાંજે અને આજે વહેલી સવારે ઠંડો પવન ફુકાયો: જનજીવન પર ભારે અસર: હજુ ત્રણેક દિવસ ઠંડીનો ચમકારો રહેશે તેવી હવામાન ખાતાની આગાહી
જામનગર શહેર સમગ્ર હાલારમાં શિયાળો એકાદ મહિના મોડો શ થયો છે, બેવડી ઋતુ હજુ પણ ચાલી રહી છે. જેને કારણે તાવ, શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેકશનનાં રોગો હજુ પણ ઘટયા નથી. ડેન્ગ્યુનો ડંખ થોડો ઓછો થયો છે પરંતુ સાવ ગયો નથી. વહેલી સવારે અને મોડી સાંજે ઠંડક જોર પકડે છે અને વાતાવરણ ઠંડુગાર બની જાય છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અઠવાડિયાથી ઠંડીનો માહોલ શરુ થઇ ચુકયો છે. બપોરનાં થોડુ તાપમાન હોય છે પરંતુ હવે શિયાળાએ અસલી રંગ પકડયો છે એમ કહી શકાય.
કલેકટર કચેરીનાં કંટ્રોલમનાં જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન 14 ડીગ્રી, મહતમ તાપમાન 29.8, ભેજનું પ્રમાણ 48 ટકા, પવનની ગતિ 15 થી 20 પ્રતિકલાક જોવા મળી હતી. છેલ્લા કેટલાક સમયથી મહતમ તાપમાન 30 ડીગ્રીથી વધુ રહેતુ હતુ તેમાં થોડો ઘટાડો થયો છે પરંતુ લઘુતમ અને મહતમ તાપમાન વચ્ચે ડબલ ફેર જોવા મળે છે એટલે કે લઘુતમ તાપમાન 14.5 ડીગ્રી અને મહતમ તાપમાન 29.8 ડીગ્રી આજે જોવા મળ્યું છે.
ગામડાઓમાં ઠંડીનો માહોલ જામ્યો છે, રાત્રે બજારો પણ વહેલી બંધ થઇ જાય છે અને ગામડાઓમાં બેવડી ઋતુને કારણે રોગચાળાએ પણ દેખા દીધી છે. આગામી દિવસોમાં એટલે કે ડીસેમ્બર અને જાન્યુઆરીમાં ઠંડીનો માહોલ વધશે અને તાપમાન 10 ડીગ્રી આસપાસ પહોંચી જશે.
સામાન્ય રીતે નવરાત્રી બાદ ઠંડીનો ચમકારો જોવા મળે છે અને દિવાળી ઉપર તો ઠંડી વધુ જોવા મળે છે ઋતુમાં પણ થોડો ફેરફાર થયો છે હવે ઠંડી કયારે વધશે તે લોકો વિચારી રહ્યા છે, પરંતુ હાલ તો ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે આજે સવારે પણ જામનગરમાં ઠંડીનો માહોલ જામ્યો છે ત્યારે વોકીંગ કરનારાઓની સંખ્યા પણ વધી ગઇ છે.
બેવડી ઋતુનાં કારણે જામનગરમાં ડેન્ગ્યુ, તાવ, શરદી, ઉધરસનાં કેસો ખુબ જ વધી ગયા છે, વાયરલ ઇન્ફેકશન પણ વધ્યુ છે ત્યારે મિશ્ર ઋતુનાં કારણે જયાં સુધી ઠંડી ગરમી રહેશે ત્યાં સુધી રોગચાળો વધવાની પુરી શકયતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech