આટલા સુંદર વાળથી આ મહિલા અલગ અલગ હેર સ્ટાઈલ કરી કમાય છે લાખો રૂપિયા

  • May 11, 2023 05:50 PM 





જૈસ્મિન લેરસેન જ્યારે 25-26 વર્ષની હતી, ત્યારે તેણે પોતાની સારી એવી નોકરી છોડી દીધી અને ફક્તને ફક્ત પોતાના સુંદર વાળ પર ફોકસ કરવા લાગી હતી. તે બાયોકેમિસ્ટ્રીમાં ડિગ્રી કર્યા બાદ એડિટરની નોકરી કરી રહી હતી.

તેનું મન આ દરમ્યાન નોકરી પરથી હટીને પોતાના વાળ તરફ ધ્યાન આપી ફુલ ટાઈમ હેર એનફ્લુએંસર બની ગઈ. હવે તેના ઈંસ્ટાગ્રામ પર 1 લાખથી વઘારે ફોલોઅર્સ છે અને તે હેર એક્સેસરી કંપની ચલાવે છે.



જૈસ્મિનના વાળ જોઈને તેના ઘણા ફેન્સ બની ચુક્યા છે, આ લોકો ફક્ત તેના વાળના દિવાના છે એક શખ્સે તો તેના વાળ ખરીદવા માટે 2 કરોડથી પણ વધારેની રકમ ઓફર કરી દીધી હતી.


વર્ષ 2017થી જૈસ્મિને ક્યારેય પણ પાતોના વાળ કપાવ્યા નથી, તે પોતાના વાળ માટે સિલિકોન ફ્રી તેલનો ઉપયોગ કરે છે. તેની મનગમતી હેરસ્ટાઈલ ઈંગ્લિશ બ્રેડ છે, જેનાથી વાળ સુકાતા બચી જાય છે. તે જણાવે છે કે, નાનપણથી તેની માતા તેને ચોટી બાંધીને સ્કૂલે મોકલતી હતી.

આજે જૈસ્મિન પોતાની માતાની આ વાતનો આભાર માને છે અને તેમણે આવી રીતની હેરસ્ટાઈલ દ્વારા તેના વાળને પ્રોટેક્ટ કર્યું. તેના વાળને શો ઓફ કરવાનું પસંદ છે, તો એવા ઘણા લોકો છે, જે તેને વાળ કેન્સર પીડિતોને વિંગ માટે દાન ન લેવા પર ટ્રોલ પણ કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application