રાજકોટ શહેરને પીવાનું પાણી પૂંરૂ પાડતા આજી–૧ અને ન્યારી–૧ ડેમમાં પખવાડિયાથી વધુ સમયથી સૌની યોજનાનું નર્મદાનીર ઠાલવવાનું બધં કરવામાં આવતા અને દૈનિક વિતરણ વ્યવસ્થા અનુસાર પાણી ઉપાડવાનું ચાલુ રાખવામાં આવતા બન્ને ડેમ ઝડપથી ખાલી થવા લાગ્યા છે. આજની સ્થિતિએ આ બન્ને ડેમમાં આગામી ૨૨ દિવસ સુધી અર્થાત તા.૮ નવેમ્બર દિવાળી સુધી ચાલે તેટલો જ જળ જથ્થો ઉપલબ્ધ છે. હાલ શિયાળના પ્રારંભે જ રાજકોટ શહેરમાં ઓછા ફોર્સથી પાણી વિતરણ અને ઓછું પાણી મળવું તેમજ પૂરી ૨૦ મિનિટને બદલે ઓછો સમય પાણી મળવું તેવી ફરિયાદોનું પ્રમાણ અનેકગણું વધી ગયું છે. રાજકોટને પીવાનું પાણી પૂં પાડતા મુખ્ય જળક્રોત સમા આ બન્ને ડેમોમાં સૌની યોજનાનું નર્મદાનીર ઠાલવવાનું પખવાડિયાથી બધં છે અને હવે કયારથી પુન: ઠાલવવાનું શ કરાશે તેનાથી સૌ અજાણ છે. કુલ ૨૯ ફટની ઉંડાઈના આજી–૧ ડેમની સપાટી આજે ૨૧ ફટે પહોંચી ગઇ છે, ડેમમાં ઉપલબ્ધ જળ જથ્થો દિવાળી સુધી ચાલે તેટલો છે. અલબત્ત આજી–૧ ડેમની સંગ્રહ ક્ષમતા જ એટલી જ છે કે ઓવરલો થાય તો પણ તેમાં ચારથી પાંચ મહિના ચાલે તેટલું જ પાણી સંગ્રહિત થાય છે. યારે કુલ ૨૫.૧૦ ફટની ઐંડાઈના ન્યારી–૧ ડેમની સપાટી હાલ ૧૬ ફુટે પહોંચી ગઈ છે અને તેમાં પણ દિવાળી સુધીનું જ પાણી ઉપલબ્ધ છે. ન્યારી ૧ ડેમની સંગ્રહ ક્ષમતા પણ એટલી જ છે કે ઓવરલો થાય તો પણ તેમાં ચારથી પાંચ મહિના ચાલે તેટલું જ પાણી ઉપલબ્ધ થાય છે