અમરેલી પંથકમાં આપઘાતના ત્રણ બનાવ નોંધાયા છે, જેમાં અમરેલીના સાવરકુંડલા રોડ ઉપર રહેતા યુવકે 25 વર્ષીય યુવકએ ગળાફાંસો ખાઈને, વડીયાના ખાનખીજડીયામાં મહિલાએ કુવામાં ઝંપલાવી અને ધારીમાં વૃધ્ધએ એસિડ પી જીવન ટૂંકાવી લીધું હતું.
પ્રાપ્ત વિગત મુજબ અમરેલીમાં સાવરકુંડલા રોડ પર લીલાનગર મફતીયાપરામાં રહેતો રાજેશ ઉર્ફે ધીરૂભાઇ પરમાર (માથાસુળીયા) (ઉ.વ.૨૫)નો યુવક તા.1ના રોજ ઘરે હતો ત્યારે ઘરે ઓસરીમાં લાકડાના વાસ સાથે દોરડુ બાંધી ગળાફાસો ખાઈ લેતા બેભાન હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવતા ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે અમરેલી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. યુવક મજૂરી કામ કરી ગુજરાન ચલાવતો હતો તેણે ક્યાં કારણોસર પગલું ભર્યું જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે. યુવાનના મોતથી પરિવારમાં શોક છવાયો છે.
બીજા બનાવમાં વડિયાના ખાનખીજડીયા ગમે રહેતા વિલાસબેન દેવરાજભાઇ હિરપરા (ઉ.વ.૫૪) નામના મહિલા ગઈકાલે ઘરે હતા ત્યારે નજીક આવેલા કુવામાં ઝંપલાવી લીધું હતું. પરિવારજનોને શોધખોળ હાથ ધરતા કુવામાં જોતા મહિલાનો મૃતદેહ જોવા મળતા બહાર કાઢી પોલીસને જાણ કરતા વડિયા પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ માટે ખસેડી જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલાને ડાયાબિટીસની બીમારી હોવાની સાથે એકલવાયું જીવન જીવતા હોવાથી કંટાળી જઈ પગલું ભરી લીધું હતું. બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ છે.
ત્રીજા બનાવમાં ધારીમાં નવી વસાહત પુનિત સોસાયટીમાં રહેતા રજબઅલીભાઇ વલીભાઇ ચાવડા (ઉ.વ.૮૩) નામના વૃધ્ધએ ગઈકાલે ઘરે હતા ત્યારે એસિડ પી લેતા તાકીદે ધારી અને ત્યાંથી અમરેલી હોસ્પિટલએ ખસેડવામાં આવતા તેમણે દમ તોડી દેતા પરિવારમાં માતમ છવાયો હતો. બનાવ અંગે ધારી પોલીસએ જરૂરી કાર્યવાહી કરી હતી.પરિવારજનોના જણાવ્યા મુજબ વૃધ્ધ જીંદગીથી કંટાળી જઈ પગલું ભરી લીધું હતું. વધુ તપાસ ધારી પોલીસે હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપીઓકેમાં ૧૦૦૦ મદરેસા બંધ: બાળકોને અપાઈ રહી છે તબીબી સારવારની તાલીમ
May 03, 2025 02:54 PMકોમી હિંસા બાદ ચર્ચામાં રહેલા સંભલના સીઓ અનુજ ચૌધરીની કરાઈ બદલી
May 03, 2025 02:51 PMજમીનનું બોગસ સાટાખત કરી ૧.૯૦ કરોડની છેતરપિંડીના વધુ બે આરોપીની જામીન અરજી ફગાવાઇ
May 03, 2025 02:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech