BREAKING NEWS

ઝનાનામાં પ્રસુતિ બાદ તબિયત લથડતા મહિલાનું મોત

  • November 04, 2025 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઝનાના હોસ્પિટલમાં પ્રસુતિ બાદ માતાની તબિયત લથડતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. નવજાત જન્મતાની સાથે જ માતા વિહોણું બનતા પરિવારમાં ગમગીની છવાઈ છે.


બનાવની પ્રાપ્ત વિગત મુજબ શહેરના ગોંડલ રોડ પર ગોકુળધામ આરએમસી ક્વાર્ટરમાં રહેતા પ્રીતિબેન જયરામભાઈ રાજભર (ઉ.વ.19)ને પ્રસુતિની પીડા ઉપડતા તાકીદે સિવિલ હોસ્પિટલ સંલગ્ન ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર શરૂ કરવામાં આવી હતી પ્રસુતિ દરમિયાન બાળકને જન્મ આપ્યા બાદ પરિણીતાની તબિયત વધુ પડતી લથડતા આઈસીયુમાં ખસેડાતા સારવાર કારગત નીવડે પહેલા જ દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મૃતક મૂળ યુપીના વતની હતા અને લગ્ન થયાને એક વર્ષ જેટલો સમય થયો હતો. પતિ મજૂરી કામ કરે છે. બનાવના પગલે એ ડિવિઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application