પોરબંદરમાં કુટણખાનુ ચલાવવાના ગુન્હામાં જામીનમુકત થયેલી મહિલાએ બીજા જ દિવસે વી.વી.બજારમાં જઇને મહિલાઓને ધમકી આપતી હોવાથી પોલીસ વડાને રજુઆત કરવા માટે આ વિસ્તારની મહિલાઓ દોડી ગઇ હતી. પોરબંદરના પેરેડાઇઝ ફૂવારા નજીક આવેલા વી.વી. બજાર વિસ્તારમાં રહેતી મહિલાઓએ સામૂહિક રીતે સહીઓ કરીને જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાને લેખિત આવેદનપત્ર પાઠવી જણાવ્યુ હતુ કે પોરબંદર શહેરમાં ઘણા વર્ષોથી વી.વી. બજાર નામનો વિસ્તાર છે.આ વિસ્તારમાં ઘણા સમાજના લોકો વસવાટ કરે છે. જેમાં દેવીપૂજક,બ્રાહ્મણ, ખારવા, પ્રજાપતિ, સથવારા, રબારી, મુસલમાન આમ ઘણી જ્ઞાતિના આશરે ૨૫૦ જેટલા મકાનો આવેલ છે. તેમજ વિસ્તારની બારોબાર ખારવા વિદ્યાર્થી ભવન આવેલ છે. તેની પાછળ ઘણા સમયથી એકાંતમાં છેલ્લે મકાન બનાવીને પૂજાબેન લાલુ નામની આધેડ મહિલા જે દા, જુગાર, કુટણખાનુ ચલાવતી હતી. અનેકવાર અમે લોકોએ આ બાબતે તેને ટકોર કરતા અમને ધાકધમકી આપેલ કે ‘હું મોટા માથાઓને ઓળખું છું’ પછી અમે લોકોએ તેના વિધ્ધ બોલવાનું બંધ કરી દીધું. એ પછી પોલીસે તેને ત્યાં ચાલતા કુટણખાના ઉપર દરોડો પાડીને પૂજા ઉપરાંત ત્યાં આવેલા ગ્રાહકોને પકડીને ગુન્હો દાખલ કર્યો હતો અને ધરપકડ કરીને જેલમાં પૂરી દેવામાં આવી હતી. આ વિસ્તારની મહિલાઓએ આક્ષેપ કરીને જણાવ્યુ હતુ કે પૂજા જેલમાંથી છૂટીને આવ્યા બાદ અમારા વિસ્તારમાં આવીને ધમકી આપે છે અને ‘પંચોમાં સહી કેમ કરી?’ કહીને ‘તમને બધાને જોઇ લઇશ’ તેમ જણાવે છે. જેથી મોટી સંખ્યામાં આ વિસ્તારની મહિલાઓ એકઠી થઇ ગઇ હતી અને જિલ્લા પોલીસવડાને આવેદન પાઠવીને જણાવ્યુ હતુ.
પોરબંદર પોલીસની કાબીલેદાદ કામગીરી જોઇને અમારામાં ઘણી હિંમત આવી ગયેલ છે. વી.વી.બજાર વિસ્તારની ઘણી બાળાઓ રામબા, ગોઢાણીયા કોલેજમાં અભ્યાસ અર્થે જાય છે. તેનું સરનામુ વી.વી.બજાર હોય છે. અમારી માતા-બહેનો શાકભાજી, ભંગારની ફેરી કરવા જાય છે તેને ઘણું સાંભળવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે. મહેરબાની કરી આવા ગંભીર ગુન્હાના આરોપીનું એડ્રેસ વી.વી.બજાર તરીકે દર્શાવો આનું મકાન ખારવા વિદ્યાર્થીભવનની પાછળ અવોલ છે. તો ગોરખધંધા કરનારી મહિલાના ત્રાસથી અમને વી.વી.બજારના લોકોને કાયમી છૂટકારો મળે અને આ વિસ્તારમાં તમામ પરિવાર વાળા લોકો રહે છે. જ્યારે પૂજા નામની મહિલા વર્ષોથી એકલી રહે છે. તેનો કઇ પરિવાર નથી તો આને કાયમી માટે દૂર કરી દેવા આ વિસ્તારના લોકોને ન્યાય અપાવવા આપને અપીલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application