BREAKING NEWS

ઇન્દિરા સર્કલ પાસે રોયલ પાર્કમાં નિર્માણાધિન બિલ્ડિંગના સાતમાં માળેથી પટકાતા શ્રમિકનું મોત

  • January 05, 2026 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના યુનિવર્સિટી રોડ પર ઇન્દિરા સર્કલ પાસે રોયલ પાર્કમાં નિર્માાણાધિન બિલ્ડિંગ સાઇટ પર કામ કરતા શ્રમિક આધેડનું અકસ્માતે સાતમાં માળેથી નીચે પટકાતા ગંભીર ઇજા થવા સબબ મોત થયું હતું. પ્રિય દર્શન સોસાયટીમાં રહેતા આધેડ સેન્ટ્રીંગ કામ કરતા હતા. ત્યારે આ બનાવ બન્યો હતો.બનાવને પગલે શ્રમિકના પરિવારમાં ગમગીની છવાય ગઇ હતી.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, 80 ફૂટ રોડ પર આવેલી પ્રિયદર્શન સોસાયટીમાં રહેતા હસમુખભાઇ શામજીભાઇ ભરડવા (ઉ.વ.46)નામના આધેડ આજે સવારે 10 વાગ્યાના અરસામાં ઇન્દિરા સર્કલ પાસે રોયલ પાર્ક શેરી નં.8માં ડાયમંડ ગૃપની પરમભાઇની નિર્માણધીન બિલ્ડિંગ સાઇટ પર સેન્ટ્રીંગનું કામ કરતા હતા. દરમિયાન અકસ્માતે સાતમાં માળેથી નિચે પટકાતા તેમને માથાનાભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા તાત્કાલીક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર કારગત નીવડે તે પૂર્વે જ તેમનું મોત થયું હતું.


આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક હસમુખભાઇ ત્રણભાઇમાં મોટા અને તેમને સંતાનમાં ત્રણ પુત્ર હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવથી પ્રજાપતિ પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application