BREAKING NEWS

સ્ટેન્ડિંગમાં રૂ.૮૧ કરોડના કામ મંજૂર

  • November 11, 2025 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં આજે કુલ ૮૧ કરોડના વિકાસકામ મંજૂર કરવામાં આવ્યા હતા, કમિશનર ના ડ્રીમ પ્રોજેક્ટ એવા પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ પાછળ ૭ કરોડનું આંધણ નામંજૂર કરાયું હતું.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકરએ નિર્ણયો અંગે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગત બેઠકમાં પેન્ડિંગ રખાયેલી દરખાસ્ત જેમાં શહેરના વોર્ડ નં.૫માં રણછોડનગર શેરી નં.૧૦માં આવેલ રાજકોટ મહાનગરપાલિકાની માલિકીના માધ્યમિક શાળાનું મકાન શ્રી સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટને લીઝ ઉપર આપવા અંગેનો નિર્ણય કરવાનો હતો જે દરખાસ્ત પેન્ડિંગ રખાઈ હતી.

આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકામાં પ્રોજેકટ મોનીટરીંગ યુનિટ(પી.એમ.યુ.)ની કામગીરી ૭.૬૭ કરોડને ખર્ચે કન્સલ્ટન્ટને સોંપવા દરખાસ્ત હતી જે નામંજૂર કરાઇ હતી.

રાજકોટ મહાનગરપાલિકાના કામે ટોટલ સ્ટેશન મશીનથી ખુલ્લા વિસ્તારની માપણી, બાંધકામ સાથેના વિસ્તારની માપણી, ટી.પી./ડી.પી.રોડની માપણી, ડીમાર્કેશન વિગેરે કામગીરીની મુદત વધારવા અંગેની દરખાસ્તમાં રિટેન્ડર કરવા નિર્ણય કર્યો હતો.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજીત વિવિધ કાર્યક્રમો/પ્રસંગો સમયે એલઇડી સ્ક્રીન/લેસર શોની હંગામી વ્યવસ્થા કરવાના કામે દ્વિ-વાર્ષિક રેઇટ કોન્ટ્રાક્ટ કરવા અંગેની દરખાસ્તમાં રિ ટેન્ડર કરવા નિર્ણય લેવાયો હતો.

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના ઉપયોગ માટેનાં ૪.૫ ક્યુ.મી. ગાર્બેજ કન્ટેઇનરો, વ્હીલબરો તથા વાહનોમાં બોડીકામ/ફેબ્રીકેશન લગત રીપેરીંગ માટે નવો દ્વિ-વાર્ષિક રેઇટ કોન્ટ્રાક્ટ કરવા અંગેની દરખાસ્તમાં કામ આપવાને બદલે શોર્ટ ટર્મ રિટેન્ડર કરવા નિર્ણય લેવાયો હતો.

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા-મેલેરીયા વિભાગના ઉપયોગ માટે ચાર નંગ વ્હીકલ માઉન્ટેન ફોગીંગ મશીન ખરીદ કરવાનું મંજૂર કરવાને બદલે શોર્ટ ટર્મ રિટેન્ડર કરવા નિર્ણય કર્યો હતો.રાજકોટ મહાનગરપાલિકાની ઓડીટ શાખામાં હંગામી જગ્યા પર રહેલા ત્રણ પટ્ટાવાળાઓને કાયમી સેટઅપની જગ્યા પર મુકવા અંગેની દરખાસ્ત નામંજુર કરાઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application