જામનગર ની જાણીતી આયુર્વેદ સંસ્થા ઇટરા આયુર્વેદ શિક્ષણ એવં અનુસંધાન સંસ્થાન અને જીલ્લા ક્ષય કેન્દ્ર જામનગર દ્વારા તાજેતર માં વિશ્વ ક્ષય દિવસ ૨૦૨૪ ની ઉજવણી નિમિતે ક્ષય ( ટીબી ) રોગ ની જાણકારી વિગતવાર જાણકારી અંગે ઇટરા ઓડીટોરીયમ ખાતે પ્રેઝન્ટેશન દ્વારા વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ માં ઇટરા સંસ્થાના ડીન એકેડેમીક પ્રોફેસર હિતેશ વ્યાસ , ડીન પ્લાનિંગ ડેવલોપમેન્ટ પ્રોફેસર અપર્ણભટ્ તેમજ ડીન ઈન્ટરનેશનલ સ્ટડીઝ પ્રોફેસર મનદીપ ગોયલ તેમજ સંસ્થા અને અલગ અલગ વિભાગ ના અધ્યક્ષ , પ્રાધ્યાપક ગણ , પી.જી વિદ્યાર્થીઓ , પી.એચ.ડી વિદ્યાર્થીઓ ,ઇન્ટર્ન સહીત ૧૫૦ જેટલા લોકો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ માં જીલ્લા ક્ષય અધિકારી ડો.પ્રેમકુમાર કન્નર દ્વારા ટીબી મુક્ત ભારત ૨૦૨૫ અંગે પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપી હતી જેમાં ટીબી ના લક્ષ્યાંકો , નેશનલ સ્ટ્રેટજીક પ્લાન ૨૦૨૫ , ટીબી રોગ અંગે ની તપાસ , સારવાર , નિ-ક્ષય પોષણ યોજના , ટીબી પ્રીવેન્ટ થેરાપી , ડિફરન્શીયલ ટીબી કેર , ટીબી કો-મોર્બીલીટી , ટીબી મુક્ત પંચાયત , ટીબી દર્દીના પોસ્ટ ટ્રીટમેન્ટ ફોલોપ વગેરે જેવી માહિતી વિગતવાર આપવામાં આવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા કાયા ચીકીત્સા વિભાગના પ્રો.મનદીપ ગોયલ, ડો. મેઘા પંડ્યા, ડો.કંચન બાળા, તેમજ વિભાગના સ્ટાફ અને જીલ્લા પંચાયતના ડી.એસ.બી.સી.સી ચિરાગ પરમાર અને ટીબી વિભાગના ખેતાણી સન્ની દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબિપાશા સાથે કેટફાઇટના આક્ષેપ પર વર્ષો પછી અમીષાએ ચુપ્પી તોડી
May 03, 2025 12:06 PMપહેલગામ પર સોનુ નિગમના નિવેદન બાદ બબાલ, કન્નડ તરફી જૂથની ફરિયાદ
May 03, 2025 12:05 PMનવરાશની પળમાં રૂમની સફાઈ કરવામાં પણ શાહરુખને શરમ ન નડે
May 03, 2025 12:03 PMએશ્વર્યા જેવી હેરસ્ટાઇલ કરવા બદલ કેટરીના ટ્રોલ થઈ
May 03, 2025 11:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech