ગુણવત્તા યાત્રા અંતર્ગત જામનગર ફેક્ટરી અસોસિએશન ખાતે ઉદ્યોગકારો માટે વર્કશોપનું આયોજન કરાયું

  • May 03, 2025 01:42 PM 

ગુણવત્તા યાત્રા અંતર્ગત જામનગર ફેક્ટરી અસોસિએશન ખાતે ઉદ્યોગકારો માટે વર્કશોપનું આયોજન કરાયું

ગુજરાતની એમએસએમઈ ઈકોસિસ્ટમને મજબૂત બનાવવાની દિશામાં એક નિર્ણાયક પગલું ભરતી ગુણવતા યાત્રા જામનગર પહોંચી હતી. જેને લઈને જામનગર ફેક્ટરી અસોસિએશન, શંકર ટેકરી ખાતે ઉદ્યોગકારો માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જામનગરના મદદનીશ ઉદ્યોગ કમિશનર અને જનરલ મેનેજર પી.બી. પટેલ દ્વારા ગુણવત્તા યાત્રાના ઉદ્દેશ વિષે માહિતી આપવામાં આવી હતી. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સલાહકાર જગત પટેલ દ્વારાહેલ્થકેર, એજ્યુકેશન અને એનએબીએલ એક્રેડિટેશન જેવા ક્ષેત્રોમાં ક્વોલિટી કાઉન્સિલ ઑફ ઇન્ડિયા દ્વારા સ્થાપિત ગુણવત્તા વ્યવસ્થા અને પ્રક્રિયાઓ અને તેના લાભો વિષે માહિતી આપવામાં આવી હતી. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી જી.બી.ભટ્ટ દ્વારા પર્યાવરણ નિયમન અને તેનું પાલન વિષય પર, શ્રમ અધિકારી ડી. ધ્વનિ ડી.રામી દ્વારા શ્રમ નિયમોનું પાલન જેવા વિષયો પર માહિતી આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુણવત્તા યાત્રા રાજ્યભરમાં આશરે ૫૫ દિવસ સુધી ૨૩ જિલ્લાઓમાં ચાલુ રહેશે. યાત્રાના માધ્યમથી સમગ્ર ગુજરાતના ઉદ્યોગોમાં ગુણવત્તા અને ઉત્કૃષ્ટતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવવામાં આવશે. આ યાત્રાથી રાજ્યભરના એમએસએમઇને ઝેડઇડી, આઇએસઓ અને લીન અને એનએબીએલ એક્રેડિટેશન જેવી યોજનાઓ અને પ્રમાણપત્રોને પ્રોત્સાહન મળશે અને તેમને વિકસિત ગુજરાત વિકસિત ભારત ૨૦૪૭ માટે સક્ષમ બનાવશે.

આ વર્કશોપમાં જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખશ્રી લાખાભાઈ કેશવાલા, એનબીક્યુપી-વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (ક્યુસીઆઈ)ના ટેકનીકલ એક્સપર્ટ  હિરેન વ્યાસ, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એફએસઓ એન એમ પરમાર, ડીસ્ટ્રીક્ટ ઇન્ડસ્ટ્રીઝ સેન્ટર માંથી એસ આર રાઠોડ, અધિકારીઓ. ઉદ્યોગકારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application