આરોગ્ય શાખા દ્વારા COTPA-2003 અમલીકરણ અન્વયે રેડ યોજી ૧૧ કેસો કરીને દંડ વસુલાત કરાઈ
તમાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને લાંબા ગાળે જીવલેણ સાબિત થાય છે. તમાકુથી થતી બીમારીઓ અને નુકસાનો વિશે જાગૃતિ ફેલાવવા તેમજ તમાકુ અને ગુટખા, સિગારેટ જેવી તમાકુની પ્રોડક્ટનું સેવન ન કરવા લોકોને પ્રેરવા માટે દર વર્ષે ૩૧ મે ના રોજ વિશ્વ તમાકુ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવે છે.
વર્ષની ૨૦૨૫ની થીમ "Unmasking the Appeal: Exposing Industry Tactics on Tobacco and Nicotine Products" (અપીલનો પર્દાફાશ: તમાકુ અને નિકોટિન ઉત્પાદનો પર ઉદ્યોગની યુક્તિઓનો પર્દાફાશ) છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.૩૧મી મે ૨૦૨૫ ના રોજ વિવિધ આરોગ્ય સેવા કેન્દ્રો પર તમાકુ મુક્ત સ્ક્રીનીંગ કેમ્પ, જાગૃતિ શિબિર, તમાકુ મુક્ત સંકલ્પ કાર્યક્રમ, જૂથ ચર્ચા વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું.
લોકોને તમાકુના વ્યસનથી થતા ભયાનક રોગો વિશે સમજણ આપવામાં આવેલ અને તમાકુના આ દુષણથી દુર રહેવા અપીલ કરવામાં આવી હતી. વધુમાં ‘અપીલનો પર્દાફાશ: તમાકુ અને નિકોટિન ઉત્પાદનો પર ઉદ્યોગની યુક્તિઓ- પ્રયુક્તિઓનો પર્દાફાશ’ વિષય પર જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : 150 ફૂટ રીંગ રોડ પર જાહેરમાં બોલી ધબાધબાટી, જુઓ Viral Video....
June 06, 2025 09:48 AMભ્રષ્ટાચારને લઈને રાજ્ય પોલીસ વડાની મોટી કાર્યવાહી: CID ક્રાઈમના EOW PSI સિસોદિયા સસ્પેન્ડ
June 05, 2025 11:35 PMબેંગલુરુ ભાગદોડ: RCB એ એવી કઈ ભૂલ કરી કે જેના પર FIR દાખલ થઈ?
June 05, 2025 09:40 PMગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 167 નવા કેસ, એક્ટિવ કેસ 600ને પાર
June 05, 2025 09:04 PMગૌતમ ગંભીરનું ચોંકાવનારું નિવેદન! ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલાં કહી દીધું, "જીતની ગેરંટી નહીં..."
June 05, 2025 09:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech