અદાણી ફાઉન્ડેશનના નેતૃત્વમાં યોગ યાત્રા

  • June 18, 2022 04:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત દેશની સ્વતંત્રતાના 75માં વર્ષની આઝાદી કા અમૃત મહોત્સવ શિર્ષક અંતર્ગત દેશભરમાં થઈ રહેલી ઉજવણીમાં સામેલ થવાની નેમ સાથે અદાણી ફાઉન્ડેશને રાજ્યમાં યોગ યાત્રાનું આયોજન કર્યું છે.આ યાત્રા ગુજરાતભરમાં આવેલા પુરાતત્વીય સ્થળો, પુરાતનના અજોડ વારસાની સિમાચિન્હપ ઐતિહાસિક ધરોહરો અને પ્રવાસન મથકો મળી 75 સ્થળોને સાંકળી લેશે. ગુજરાતના સમૃધ્ધ અને જીવંત સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરવાના ધ્યેયથી પસંદ કરવામાં આવેલા ગુજરાતના આ 75 સ્થળોમાંના પ્રત્યેક સ્થળો સાથે એક યાદગાર ઈતિહાસ જોડાયેલો છે અને આ પૈકીના અનેક આદરણિય ધર્મસ્થળો છે.


ગુજરાતની પારંપારિક અદ્ભૂત સંસ્કૃતિ, ઈતિહાસ, બેનમૂન સ્થાપત્યની અજાયબીઓ, પ્રાકૃતિક ઈકો સીસ્ટમ અને વૈવિધ્યસભર ભૂગોળની પૃષ્ઠભૂમિમાં યોગના ફાયદાઓ દશર્વિતી માટે રાજ્યભરમાં યોગ પ્રદર્શનોનું ટૂંકી ફિલ્મોના પમાં દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. આ સામગ્રી દર્શકો માટે વિવિધ ઓનલાઈન અને બ્રોડકાસ્ટ પ્લેટફોર્મ પર સરળતાથી નિહાળી શકાય તેવા ફોર્મેટમાં ઉપલબ્ધ છે. વ્યાપક જનજાગૃતિ ઉભી કરવા, ગુજરાતના અણમોલ સૌંદર્યના પ્રચાર-પ્રસાર કરવા વિવિધ યોગ મુદ્રાઓ સાથે જાણીતા સંગીત નિર્દેશક સચિન જીગરે સ્વરાંકન કરેલ અને મશહર ગાયક શંકર મહાદેવને ગાયેલ ‘યોગ કરો’ ગીતનું નિમર્ણિ કરવામાં આવ્યું છે. આ ગીતમાં પ્રસ્તુત કરવામાં આવેલા આસનો ઘટકો કે મુદ્રાઓને ચોકકસ સ્થળ જેવા કે ગીર જંગલના સિંહાસન, વૃક્ષાસન, મયુરાસન સાથે સાંકળી લેવામા આવી છે.


આ યોગ યાત્રાનો દરેક એપિસોડ દર્શકો અને યોગ ઉત્સાહીઓને રાજ્યના સૌથી નોંધપાત્ર સ્થળો અને યોગની પ્રેક્ટિસના અસંખ્ય પાસાઓની ધ્યાનાકર્ષક સફરે લઈ જઈને ગુજરાતની નયનરમ્ય સુંદરતા અને ભાતીગળ ભવ્યતાને ઉજાગર કરે છે એમ જણાવી અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડો.પ્રીતિ અદાણીએ કહ્યું છે કે ‘આપણે શું હતા અને આપણે કેવા હોવું જોઈએ તે શોધવા માટે આપણા પ્રાચીન મુળ અને સાંસ્કૃતિક વારસાને જાણી, તેની અનુભૂતિ કરીને તેની સાથે આપણી જાતને જોડવી અતિ મહત્વપૂર્ણ છે. યોગ એ વિશ્ર્વને ભારતની ભેટ છે તેમાં માત્ર તંદુરસ્તીનો જ માર્ગ નથી પરંતુ અટકાયતી સ્વાસ્થ્ય સંભાળ અને સર્વગ્રાહી સુખાકારી તરફની સફર છે.


ભારત સરકારે આઝીદાના પોણોસો વર્ષની ઉજવણી અને સ્મૃતિ જાળવવા માટે કરેલી પ્રસંશનિય પહેલનો આ યોગ યાત્રા આઝાદી કા અમૃત મહોત્સવનો એક હિસ્સો છે, આ યોગ યાત્રામાં ગુજરાતના 75 પર્યટન અને પુરાતન સ્થળોને આવરી લેવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે, 1996માં સ્થાપવામાં આવેલા અદાણી ફાઉન્ડેનની સમાજોત્થાનની ક્ષિતિજ વિવિધ ક્ષેત્રના તજજ્ઞોની ટીમ સાથે દેશના 18 રાજ્યો અને 2410 નગરો અને ગામડાંઓ સુધી વિસ્તરી છે. જે લોક કલ્યાણના અવનવા આયામો અમલમાં મુકીને લોકોને તેની સાથે જોડે છે. 30 લાખ 67 હજારથી વધુ લોકોની જિંદગી સાથે જોડાઈને શિક્ષણ, જન આરોગ્ય, લાંબા ગાળાના જીવન નિવર્હિ વિકાસ અને આંતર માળખાકિય વિકાસ એવા ચાર ક્ષેત્રો ઉપર લક્ષ્ય કેન્દ્રીત કરવા સાથે ગ્રામ્ય અને શહેરી સમાજના લાંબાગાળાના વિકાસ અને સંમિલ્લિત વૃધ્ધિ સાથે સામાજિક મૂડીને સર્જન કરવાની દિશામાં પુરી સંવેદનશીલતા સાથે અદાણી ફાઉન્ડેશન રાષ્ટ્ર નિમર્ણિમાં યોગદાન આપતા રહી આગળ વધી રહ્યું છે.

વધુ માહિતી માટે .www.adanifoundatiomn.org
પ્રચાર માધ્યમો વધુ જાણકારી માટે: Roy Raou: roy.paul@adani.com




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application