BREAKING NEWS

પોરબંદર જિલ્લામાં મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિબિર ફેઝ-૩ શ‚

  • January 07, 2026 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં સ્વસ્થ ગુજરાત,મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિબિરનો પ્રારંભ થયો છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ આયોજિત મેદસ્વિતા મુક્તિ શિબિર ફેઝ-૩ની સફળતા માટે પોરબંદર ધારાસભ્ય તથા વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયાએ શુભેચ્છાઓ પાઠવી છે.તેમણે પોરબંદર જિલ્લાના નાગરિકોને સ્વાસ્થ્ય સુખાકારી માટે વધુમાં વધુ લોકો આ યોગ શિબિરનો લાભ લે તેવી અપીલ કરી છે.વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના ફિટ ઈન્ડિયા સંકલ્પ અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક  શિશપાલના નેતૃત્વમાં રાજ્યભરમાં યોગ દ્વારા મેદસ્વિતા નિવારણ માટે વિવિધ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત પોરબંદર શહેર ખાતે સ્વ.વસનજી ખેરાજ પ્રાથમિક શાળા, ચોપાટી રોડ ખાતે મેદસ્વિતા મુક્તિ શિબિર ફેઝ-૩નું આયોજન કરવામાં આવ્યું છે. તા.૨.૨.૨૦૨૬ સુધી સતત એક માસ સુધી ચાલશે. શિબિરમાં યોગ દ્વારા મેદસ્વિતા નિવારણ, આહાર-વિહાર અંગે નિષ્ણાત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અને વજન ઘટાડવા માટે દરરોજ આરોગ્ય વર્ધક ઉકાળા અને જ્યુસ આપવામાં આવે છે સાથે જ‚રી કસરતો, યોગ પણ કરવામાં આવે છે. કેબિનેટ મંત્રી  અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના ફિટ ઈન્ડિયા અભિયાન અને મુખ્યમંત્રીના સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરવાના ઉમદા હેતુથી પોરબંદરમાં આ વિશેષ યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે કેમ્પના આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી અને પોરબંદર જિલ્લાના તમામ ભાઈ-બહેનોને મોટી સંખ્યામાં જોડાઈને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બની મેદસ્વીતા મુક્ત બનવા નમ્ર અપીલ કરી હતી.
આ મેદસ્વિતા નિવારણ યોગ શિબિર ગુજરાત યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલના નેતૃત્વ માં સ્ટેટ કો-ઓર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી,ઝોન કોર્ડીનેટર ચેતનાબેન ગજેરા અને ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટર કેતન કોટિયાના સીધા માર્ગદર્શનમાં પોરબંદર જિલ્લાના નિષ્ણાંત યોગ ટ્રેનર  મુખ્ય સંચાલક નીતાબેન ભરાડા, સહ સંચાલક રીનાબેન ભરાડા ,હંસાબેન ત્રિવેદી સહયોગી મહેશભાઈ મોતીવરસ દ્વારા સુંદર રીતે સંચાલન અને સેવા આપવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application