તમે મારી પત્ની પાસેથી ગોંડલથી ઘોઘાવદરનું ભાડું રૂ.10 છે તમે 26 ભાડું લઇ લીધું..! એસટી સગળાવી દેવાની ધમકી

  • April 18, 2025 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલથી ઘોઘાવદરનું ભાડું 10 રૂપિયા છે તમે 26 ભાડું કરી દીધું છે, તમે મારી પત્ની પાસેથી બસનું ભાડું વધારે લ્યો છો કહી જસદણ ગોંડલ એસટીના બસ ચાલક અને કંડકટરને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપતા ડ્રાઈવરએ ઘોઘાવદરના દંપતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરજ રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે જસદણ ગોંડલ રૂટની મીનીબસમાં ભાવનાબેન બિપીનભાઈ ઉર્ફે દીલાભાઇ જેઠવા નામના મહિલા મુસાફર તરીકે બેઠા હતા. ગોંડલથી ઘોઘાવદર જવા માટેની કંડકટર પુરીબેનએ રૂ.26 ટિકિટ આપીને લીધા હતા. મહિલા મુસાફર ઘોઘાવદર ઉતરતા હતા ત્યારે તેના પતિએ બિપીન ઉર્ફે દીલાએ બસના ડ્રાઈવર પરેશભાઈ ભીમદાસભાઈ દેસાણી પાસે જઈ તમે મારી પત્ની પાસેથી બસનું ભાડું વધારે લીધું છે. તમે પૈસા ખાઈ જાવ છો, આથી ડ્રાઈવરએ તેને સમજાવતા કહ્યું હતું કે, પહેલા ગોંડલથી ઘોઘાવદરનું ભાડું રૂ.10 હતું હવે 26 રૂપિયા છે જે ધારાધોરણ મુજબ છે. આ સરકારી ભાડું ચાલે છે. એમસી છતાં મહિલાનો પતિ ડ્રાઈવર સાથે ગાળાગાળી કરી, બોનેટ ઉપર પ્લાસ્ટિકની બોટલ પછાડી જસદણ ડેપોની એક પણ ગાડી આ બાજુ ન આવવી જોઈએ નહીં તો સળગાવી નાખીસ અને ટાટીયા ભાંગી નાંખીશુ. તમારા વિરુદ્ધ ખોટો કેસ કરીને બદલી કરાવી દઈશ કહી વધુ ઉશ્કેરાઈ પ્લાસ્ટિકની બોટલ ડ્રાઈવરને માથામાં મારી હતી. ઝગડો થતા અન્ય મુસાફરો અને લોકોએ વચ્ચે પડી છુટા પડાવ્યા હતા અને કંડકટર પુરીબેનએ પોલીસમાં ફોન કરતા પોલીસની ગાડી પણ આવી હતી. બનાવ અંગે જસદણના લીલાપુર ગામે રહેતા એસટીના ડ્રાઈવરએ બિપિન ઉર્ફે દિલો ભીખુભાઇ જેઠવા અને તેની પત્ની ભાવનાબેન સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા ગોંડલ તાલુકા પોલીસે ગુનોનોંધી કાર્યવાહી હાથ ધરી છે .



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application