BREAKING NEWS

જામજોધપુરમાં વેપારી યુવકનો ઝેરી દવા પી આપઘાત

  • October 09, 2026 10:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુરમાં રહેતા યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે, યુવક ટ્રકના પરિવહનનો વ્યવસાય કરતો હોય પોતાને ધંધામાં વધુ ટ્રક લેવા હોય પરંતુ પરિવારે ટ્રક લેવાની ના પાડતા પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.પ્રાપ્ત વિગત મુજબ જામજોધપુરના તિરુપતિ પાર્કમાં રામવાટીકા-2 માં રહેતા ભરતભાઈ લાખાભાઈ ભેસદડીયા (ઉ.વ. 37)ના યુવકે ગઈકાલે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા સારવાર માટે પ્રથમ જામજોધપુર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ અંગે હોસ્પિટલ સ્ટાફ દ્વારા જામજોધપુર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. આપઘાત કરનાર યુવક ત્રણ ભાઈમાં નાના અને તેમને બે સંતાન છે. યુવક ટ્રકના વ્યવસાય સાથે જોડાયેલો હોવાથી તેને ધંધામાં વધુ ટ્રક લેવા હોય જે બાબતે ઘરમાં વાત કરતા પરિવારજનોએ વધુ ટ્રક લેવાની ના પાડતા આ વાતનું લાગી આવવાથી ઝેરી દવા પી લીધાનું સામે આવ્યું છે. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application