જામનગરમાં શંકર ટેકરી નજીક વાલ્મિકી નગરમાં રહેતા અને મજૂરી કામ કરતા મહિપાલ સંજયભાઈ વાઘેલા નામના ૨૪ વર્ષના શ્રમિક યુવાને પોતાના ઘેર હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જે બનાવને લઈને મૃતકના પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો છે.
આ બનાવ અંગે વિષ્ણુભાઈ સંજયભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ વાય. બી. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી સમગ્ર બનાવના મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.