BREAKING NEWS

જામનગરમાં બ્રિજ નીચે ટ્રેન હડફેટે શ્રમિક યુવાનનું મૃત્યુ

  • January 22, 2026 01:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના ડો. આંબેડકર બ્રીજ નીચે રેલ્વે લાઇન પાસેથી પસાર થતા એક શ્રમિક યુવાન ટ્રેન અકસ્માતે આવી જતા ગંભીર ઇજા સબબ મૃત્યુ થયુ છે. 


જામનગરમાં રાજીવ નગર વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતો હરીશ મંગાભાઈ મકવાણા નામનો ૪૫ વર્ષનો શ્રમિક યુવાન આંબેડકર બ્રિજ નીચેની રેલવે લાઇન પરથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન ટ્રેન હેઠળ આવી જતાં માથાના ભાગે હેમરેજ સહિતની ગંભીર ઇજા થવાથી તેનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
​​​​​​​

આ બનાવ અંગે મૃતકના કુટંબી કુલદીપભાઈ દેવશીભાઈ મકવાણાએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનના એએસઆઇ ટી. કે. ચાવડા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, અને આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application