હાલારમાં પશુઓ વાહનોની આડે આવતા નાના મોટા અકસ્માતો અવાર નવાર સર્જાય છે, અમુક અકસ્માતમાં માનવ જીંદગીનો ભોગ લેવાય છે, દરમ્યાન ખંભાળીયા નજીક બાઇક આડે ભેંસ ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં મોટા માંઢા ગામના યુવાનનું મૃત્યુ થતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામે રહેતા આવ્યા હરદેવસિંહ ઉર્ફે હરૂભા વજુભા જાડેજા નામના ૪૪ વર્ષના યુવાન ગત તારીખ ૧૬ સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે ખંભાળિયાથી પોતાનું કામ પતાવીને મોટરસાયકલ પર બેસીને પોતાના ઘરે જઈ રહ્યા હતા.
ત્યારે આરાધના ધામ રોડ પર તેમના મોટરસાયકલ આડે ભેંસ ચડી આવતા મોટરસાયકલ સ્લીપ થઈ જવા પામ્યું હતું. જેથી તેમને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના મોટાભાઈ અરવિંદસિંહ વજુભા જાડેજાએ વાડીનાર મરીન પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application