BREAKING NEWS

મામાની દીકરીએ લગ્નનીના પાડતા યુવકે યુવતીને માર મારી પાર્લર સળગાવી દીધું

  • January 12, 2026 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ શહેરના નાનામવા મેઈન રોડ પરના રહેતી અને રૈયાગામ પાસે પાર્લર ચલાવતી ૨૫ વર્ષીય યુવતિને ફઈબાના દીકરાએ લગ્ન કરવાનું કહેલ હોય જેથી તેણીએ ઈન્કાર કરતા ઉશ્કેરાયેલા યુવકે મારકૂટ કરી યુવતીના પાર્લર પર ધસી જઈ જવલન સીલ પદાર્થ છાંટી આગ લગાડી દઈ રૂ.૨૦ હજારનું નુકશાન કર્યુ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ શહેરના રાજનગર ચોક પાસેના મેઘમાયાનગર શેરી નં ૨/૩ના ખૂણે રહેતી અને રૈયા ગામમાં આવેલ સવન સફેંકસ કોમ્પલેક્ષમાં બોસ નામે લેડી બ્યુટી પાર્લર ચલાવતા પાયલબેન દિનેશભાઈ ભોજાણી ઉ.૨૫એ યુનિ.પોલીસ મથકમાં જીલ્લા ગાર્ડન ચોક સોરઠીયા પ્લોટમાં રહેતા સુનીલ ગોરધન સાગઠીયા સામે નોંધાવેલ ફરિયાદ નોંધાવી હતી.

જેમાં ગત.તા.૧૦ના પાર્લરે હતી ત્યારે સુનીલે આવી મને કહ્યું કે તુ મારી સાથે લગ્ન કર જેથી મે લગ્ન કરવાનો ઈન્કાર કરતા તે ઉશ્કેરાઈ ગાળો ભાંડતો હોય જેથી મે તેને ગાળો આપવાની ના કહેતા મને ઢીકાપાટુ મારી કહ્યું કે તુ મારી સાથે લગ્ન નહી કરે તો તને જાનથી મારી નાખીશ કહી ધમકી આપી હતી બાદ તેણીએ પોતાના ઘરે જઈ પરિવારને બનાવ અંગેની વાત કરી હતી.

બાદ તા.૧૧ના રાત્રીના ૩ વાગ્યે પાર્લરમાં કામ કરતી જેનીશા ચૌહાણનો ફોન આવેલ અને પાર્લરમાં આગ લાગી હોવાની વાત કરતા હું તથા ભાઈ-ભાભી જઈ તપાસ કરતા પાર્લર સળગતું હતું.જેથી આસપાસ તપાસ કરતા સુનીલને લગ્ન કરવાનો ઈન્કાર કરતા તેણે કોઈ જવલન સીલ પદાર્થ છાંટી આગ લગાડી દઈ રૂ.૨૦ હજારનું નુકશાન કર્યું હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application