BREAKING NEWS

કિંગ કોહલીનો 'વિરાટ' ફેન... રાજકોટમાં પટેલના છોકરાએ 15 લાખનું ફોનમાં સોનાનું બેટકવર બનાવ્યું

  • January 14, 2026 09:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

#aajkaal team રાજકોટ: ક્રિકેટ જગતના ‘કિંગ’ કહેવાતા વિરાટ કોહલીના ચાહકો આખા વિશ્વમાં છે, પરંતુ અમુક ચાહકો એવા હોય છે જેમના કાર્યો સૌનું ધ્યાન ખેંચે છે. સુરતથી રાજકોટ આવેલા એક યુવાન અંકિત પટેલે વિરાટ કોહલી પ્રત્યેની પોતાની દિવાનગી વ્યક્ત કરવા માટે કંઇક એવું કર્યું છે જેની અત્યારે સોશિયલ મીડિયા અને મીડિયામાં ભારે ચર્ચા થઈ રહી છે.


અંકિત પટેલે વિરાટ કોહલી માટે ખાસ 15 લાખ રૂપિયાનું સોનાનું બેટ કવર તૈયાર કરાવ્યું છે. આ કવરમાં 15 તોલા સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આટલું જ નહીં, કવર પર વિરાટ કોહલીનું નામ હીરા (ડાયમંડ) થી લખવામાં આવ્યું છે. અંકિત જણાવે છે કે તે વિરાટ કોહલીને તેના ક્રિકેટના ‘ભગવાન’ માને છે અને આ ભેટ તે તેમને રૂબરૂ મળીને આપવા માંગે છે.


અંકિતે  જણાવ્યું કે, "આ કવર બનાવવું સરળ નહોતું. હું સુરતના અનેક જ્વેલર્સ પાસે ગયો હતો, પરંતુ ઘણા લોકોએ આ કામ કરવાની ના પાડી દીધી હતી. અંતે 6 મહિનાની લાંબી પ્રતીક્ષા અને મહેનત બાદ આ સુંદર ભેટ તૈયાર થઈ શકી છે."


જ્યારે અંકિતને પૂછવામાં આવ્યું કે આટલી મોંઘી ગિફ્ટ માટે શું પરિવારજનોએ ટોક્યો નથી? ત્યારે અંકિતે ગર્વથી કહ્યું કે, "મારા મમ્મી-પપ્પા અને પરિવાર જાણે છે કે હું વિરાટનો કેટલો મોટો ફેન છું. તેઓ પણ મારી આ લાગણીને સમજે છે અને મને પ્રોત્સાહન આપે છે." વ્યવસાયે ખેડૂત એવો અંકિત હવે માત્ર એક જ આશા રાખી રહ્યો છે કે ગમે તેમ કરીને તે તેના આરાધ્ય દેવ વિરાટ કોહલીને મળી શકે અને પોતાની આ અનોખી ભેટ તેમને સોંપી શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application