શ્વાસ ચડ્યા બાદ હૃદય થંભી જતાં 19 વર્ષીય યુવાનનું મૃત્યુ
શ્વાસ ચડ્યા બાદ હૃદય થંભી જતાં 19 વર્ષીય યુવાનનું મૃત્યુ
November 18, 2025 03:00 PM
હાર્ટ એટૅકથી વધુ એક યુવાનનું મૃત્યુ થયું છે. જીલ્લા ગાર્ડન પાસે ઘાંચીવાડ-૭માં રહેતો સાદીકુલ સૈફુલઇસ્લામ મંડલ (ઉ.વ.૧૯)ને રાત્રીના બે વાગ્યે ઘરે સૂતો હતો ત્યારે શ્વાસ ચડતા અર્ધબેભાન થઇ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર કારગત નીવડે પહેલા જ દમ તોડી દીધો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસને કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
સાદીકુલ મૂળ પશ્ચિમ બંગાળનો વતની હતો અને આઠેક વર્ષથી રાજકોટમાં રહી ચાંદીના દાગીનાને પોલીશ કામ કરતો હતો. મૃતકના પિતા સૈફુલઇસ્લામે કહ્યું હતું કે રાત્રે એકાએક શ્વાસ ચડતો હોય એવો અવાજ સાંભળી હું અને મારા પત્નિ જાગી ગયા હતાં. સરખું બોલી પણ શકતો ન હોય જોઈને સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. એકના એક પુત્રના મૃત્યુથી પરિવારમાં માતમ છવાયો છે.