વાંકાનેરની ઢૂવા ચોકડી પાસે બે બાઈક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત
વાંકાનેરની ઢૂવા ચોકડી પાસે બે બાઈક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત
December 08, 2025 11:39 AM
વાંકાનેરની ઢૂવા ચોકડી પાસે બે બાઇક સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલક યુવકને ઈજાઓ થતા મોત નીપજ્યું હતું. યુવકે પેટ્રોલ પંપમાં નોકરી કરતો હતો અને રાત્રીના બારેક વાગ્યે બાઈક લઈને નાસ્તો કરવા ગયા હતા ત્યારે બનાવ બન્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેરના ગાયત્રી મંદિર પાસે રહેતો કેતન ખીમાભાઈ રાઠોડ (ઉ.વ.26)નો યુવાન રાત્રીના બારેક વાગ્યે મોટરસાઈકલ લઈને નાસ્તો લેવા માટે જતો હતો ત્યારે ઢૂવા ચોકડીએ સામેથી આવતી બાઈક સાથે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો. બનાવના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતું અને બંને બાઈક સવાર યુવાનને સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં કેતનને વધુ ગંભીર ઇજા હોવાથી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવતા ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક કેતન બે ભાઇમાં મોટો અને અપરણિત હતો, પિતા ખીમાભાઈ કડિયાકામ કરે છે. અને પોતે સીએનજી પંપમાં નોકરી કરતો હતો. રાત્રીના નાસ્તો લેવા જતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. આગળની કાર્યવાહી વાંકાનેર પોલીસે હાથ ધરી છે.