શાપર પુલ નીચેથી યુવકનું બાઇકમાં અપહરણ કરી જુદી જુદી જગ્યાએ લઈ જઈ ઢોર મારમાર્યેા હતો. યુવકનું અપહરણ કરતા સમયે પરિચિત જોઈ જતા પરિવારને જાણ કરી હતી અને પરિવારે પોલીસને જાણ કરતા શાપર પોલીસે લોકેશનના આધારે યુવાનને છોડાવ્યો હતો અને બે શખ્સોને ઝડપી લીધા.હતા યુવાન અગાઉ રીક્ષા હંકારતો હોય તે ડિટેઇન થઇ હતી અને તેના પૈસા રિક્ષા માલિક વિજયએ ભરી દીધા હતા. આ પૈસાની ઉઘરાણી મામલે ડખ્ખો થયો હતો. શહેરના કોઠારીયા સોલવન્ટ વિસ્તાર ત્રણ માળીયા કવાર્ટરમાં રહેતાં દિપક મનોજભાઇ રાઠોડ (ઉ.વ.૨૨) સાંજે છએક વાગ્યે શાપરના પૂલ નીચે હતો ત્યારે બે શખ્સો બાઇકમાં બેસાડી અપહરણ કરી કાલાવડ રોડ પર કોઇ ફલેટમાં લઇ જઈને મારકુટ કરી ત્યાંથી નવાગામ અને નવાગામથી કુવાડવા વાંકાનેર હાઇવે પર કોઈના ખેતર નજીક આડેધડ માર મારતાં સારવાર માટે સિવિલમાં દાખલ થતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી. યુવાનના કહેવા મુજબ પોતે રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. એક વર્ષ પહેલા રાજકોટ હત્પડકોના વિજયની રિક્ષા ભાડેથી ફેરવતો હતો. તે વખતે ગોંડલમાં નો–પાકિગ સહિતનો રિક્ષાનો પાંચ હજાર જેવો દડં થયો હતો. આ રકમ જે તે વખતે રિક્ષા માલિક વિજયએ ભરપાઇ કરી હતી. જે મારે તેને આપવાની હતી. પણ આ રકમ આપી શકયો નહોતો. બાદમાં તે કોઇ ગુનામાં જેલમાં ગયો હતો. થોડા દિવસ પહેલા જ તેનો છુટકારો થયો હોઇ જુના પૈસાની લેતીદેતીનો ખાર રાખી તે ગત સાંજે છએક વાગ્યે હત્પં શાપર પૂલ નીચે રિક્ષા લઇને ઉભો હતો ત્યાં અજાણ્યા શખ્સ સાથે આવ્યો હતો. આ બંને જણા મને બળજબરીથી તેના ટુવ્હીલરમાં વચ્ચે બેસાડી ઉઠાવી ગયા હતાં. આ વખતે મારો મિત્ર વિશાલ ત્યાં ઉભો હોઇ તેણે મારા કાકા રાજુભાઇને વાત કરી હતી અને મારા કાકાએ શાપર પોલીસને જાણ કરી હતી. આ લોકો મને પહેલા રાજકોટ કાલાવડ રોડના કોઇ ફલેટમાં લઇ ગયા હતાં. યાં બીજા અજાણ્યા શખ્સો પણ હતાં. અહિ મને ધોકા–પાઇપથી ફટકારી બીડી–સિગારેટના ડામ દીધા હતાં. પછી ત્યાંથી ફરી ટુવ્હીલરમાં બેસાડી નવાગામ તરફ લઇ ગયા હતાં. ત્યાં પણ બેફામ માર માર્યેા હતો. બાદમાં કુવાડવાથી વાંકાનેર તરફના રસ્તે લઇને જતાં હતાં. હત્પં રસતામાં કઇં બોલુ તો સીધા મારકુટ કરવા માંડતા હતાં. જુના પૈસાની લેતીદેતી મામલે મા અપહરણ કરી બેફામ માર માર્યેા હતો. અન્ય અજાણ્યા શખ્સો પણ વિજય અને અભયની સાથે અન્ય ટુવ્હીલરમાં અમારી સાથે સાથે હતાં. અમે પીપળીયા નજીક પહોંચ્યા ત્યારે ફોન લોકેશનને આધારે શાપર પોલીસ કાર લઇને અમારા સુધી પહોંચી ગઇ હતી અને મને મુકત કરાવી બે શખ્સને પકડી લીધા હતાં. બીજા અજાણ્યા ભાગી ગયા હતાં. વધુ તપાસ શાપર પોલીસે હાથ ધરી છે.