BREAKING NEWS

જેતપુરના મંડલીકપુર ગામે ગામના કામ બાબતે અરજી કરતા યુવકને મળી ધમકી

  • October 03, 2025 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા પંથકમાં આવેલા મંડલીકપુર ગામે રહેતા અને જેતલસર હાઈસ્કૂલમાં ફરજ બજાવતા જાગૃત યુવકે મંડલીકપુર ગામની ગામલક્ષી માહિતી અને ગામના કામ બાબતે મહિલા સરપંચ અને તેના પતિ વિરુદ્ધ ડીડીઓને અરજી કરતા તે અંગે તેને કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવતા આ અંગેનો ખાર રાખી વોટ્સએપ ગ્રુપમાં સરપંચના સંબંધી મંડલીકપુરના અને હાલ સુરત રહેતા શખશે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા જેતપુર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ જેતપુર તાબેના મંડલીકપુર ગામે રહેતા અને તાલુકા પંચાયતમાં સભ્ય તરીકે સેવા આપતા તેમજ જેતલસર હાઈસ્કૂલમાં ફરજ બજાવતા જીગ્નેશ રામજીભાઈ રાદડિયા ઉંમર વર્ષ 43 વાળાએ જેતપુર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


ફરિયાદમાં જીગ્નેશભાઈએ જણાવ્યા મુજબ મંડલીકપુર ગામમાં રહેતા મેહુલભાઈ સેંજલીયા અને હિરેનભાઈ રાદડિયા ઓન્લી મંડલીકપુર નામનું વોટ્સએપ ગ્રુપ ચલાવતા હોય અને બંને તેમાં એડમીન તરીકે હોય જે ગ્રુપમાં જીગ્નેશભાઈ પણ જોડાયા હતા.


આ ગ્રુપમાં મંડલીકપુર ગામના 295 જેટલા સભ્યો જોડાયેલ હોય અને આ ગ્રુપમાં મંડલીકપુર ગામની ગામલક્ષી માહિતી આપવામાં આવતી હોય આ ગ્રુપમાં હાલ સુરત રહેતા મૂળ મંડલીકપુરના અજય વલ્લભભાઈ સેંજલીયા પણ જોડાયેલ હોય તેમજ ગામના સરપંચ શિલ્પાબેન નરેશભાઈ સીંજલીયા તથા તેના પતિ હરેશભાઈ છગનભાઈ સેંજલીયા છે.


જેથી જીગ્નેશભાઈએ ગામના કામ બાબતે સરપંચ શિલ્પાબેન સેંજલીયા અને તેના પતિ હરેશભાઈ સેંજલીયા વિરુદ્ધ વિડિયો ને અરજી કરી હતી તેના થોડા દિવસ બાદ ડીડીઓ દ્વારા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવતા જે અંગેનોખા રાખી હાલ સુરત રહેતા અજય સેંજલીયાએ વોટ્સએપ ગ્રુપમાં જીગ્નેશભાઈને ગાળો આપી અવારનવાર ફોન પર ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા તે અંગેના ગ્રુપમાં મેસેજના સ્ક્રીનશોટ લઈ જેતપુર તાલુકા પોલીસ મથકમાં અજય સેંજલીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ સરપંચની ચૂંટણીમાં ફરિયાદી જીગ્નેશ રાદડિયાને ચૂંટણી લડવી હતી જે બાબતે અગાઉ પણ મતભેદો ગામમાં ઊભા થયા હોય અને અગાઉ પણ બોલાચાલી થયા નું ગામના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application