BREAKING NEWS

લોધીકાના રફ્તાર એગ્રોના ક્વાર્ટરમાં યુવકને સાથી શ્રમિકે છરીના ઘા માર્યા

  • December 04, 2025 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોધીકામાં આવેલા રફ્તાર એગ્રો કંપનીના કવાર્ટરમાં શ્રમિક યુવકને રૂમમાં સાથે રહેતા શ્રમિકે છરીના ઘા મારી દેતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. રૂમમાં બંને યુવકો જ રહેતા હોય ખિસ્સામાંથી પૈસા ઓછા થઇ જતા યુવકે રૂમ પાર્ટનરને પૂછતાં ઉશ્કેરાઈ ઝગડો કરી છરીથી હુમલો કર્યો હતો.


બનાવની પ્રાપ્ત વિગત મુજબ મૂળ બંગાળનો અને હાલ લોધીકામાં આવેલી રફ્તાર એગ્રો કંપનીમાં કામ કરતો અને ત્યાંજ ક્વાર્ટરમાં રહેતો પ્રદીપ વિશ્વનાથ દત્ત (ઉ.વ.25)નો રાત્રે નવેક વાગ્યે કંપનીના ક્વાર્ટરમાં હતો ત્યારે સાથે રહેતા રોહને ઝગડો કરી છરીના ઘા મારી દેતા દેકારો થયો હતો આથી સાથી શ્રમિકો સહિતના દોડી ગયા હતા અને પ્રદીપને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી.

યુવક પાંચેક દિવસ પહેલા જ કામે લાગ્યો હતો અને રૂમમાં તેની સાથે કામ કરતો રોહન રહેતો હતો, સાંજે ખિસ્સામાંથી 200-300 રૂપિયા ઓછા થઈ જતા રાત્રે તેણે રોહનને પૈસા બાબતે પૂછતાં રોહન નશાની હાલતમાં હોવાથી ઉશ્કેરાઈ છરીના ઘા ઝીક્યાં હોવાનું જણાવ્યું હતું. આગળની તપાસ લોધીકા પોલીસે હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application