BREAKING NEWS

નામી યુનિ.ઓમાં ૧૩,૬૨૬ અનામત છાત્રોએ અભ્યાસ અધવચ્ચે છોડો

  • September 28, 2026 02:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુપ્રીમ કોર્ટ દ્રારા રચવામાં આવેલી નેશનલ ટાસ્ક ફોર્સના વચગાળાના રિપોર્ટમાં દેશની પ્રતિિત ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત વર્ગના વિધાર્થીઓના ડ્રોપઆઉટને લઈને ચોંકાવનારી માહિતી સામે આવી છે. રિપોર્ટ મુજબ ૨૦૧૮થી ૨૦૨૩ દરમિયાન પાંચ વર્ષમાં આઈઆઈટી, આઈઆઈએમ અને અન્ય અગ્રણી સંસ્થાઓમાંથી અનામત વર્ગના કુલ ૧૩,૬૨૬ વિધાર્થીઓએ અભ્યાસ અધવચ્ચે છોડી દીધો હતો.
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં શિક્ષકોની સંખ્યામાં પણ અસમાનતા જોવા મળે છે. આઈઆઈટી અને આઈઆઈએમમાં ફેકલ્ટીની વાત કરીએ તો ૬૭.૭૧ ટકા ફેકલ્ટી અનામત વગરના વર્ગમાંથી છે, યારે ઓબીસી વર્ગની હિસ્સેદારી ૨૨.૮૧ ટકા, એસસીની ૭.૫૭ ટકા અને એસટીની માત્ર ૧.૯૧ ટકા છે.ટાસ્ક ફોર્સના રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે કેટલાક વિધાર્થીઓને કેમ્પસના વાતાવરણમાં પોતાને અલગ–થલગ હોવાનો અનુભવ થાય છે. તેમને વારંવાર કથિત વોચ ચેક જેવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. સામાજિક અને સાંસ્કૃતિક પૃભૂમિના કારણે કેટલાક વિધાર્થીઓને શૈક્ષણિક જીવનમાં મુશ્કેલી અને માનસિક તણાવનો સામનો કરવો પડે છે.આંકડા પ્રમાણે કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં ઓબીસી વર્ગના ૪,૫૯૬, એસસી વર્ગના ૨,૪૨૪ અને એસટી વર્ગના ૨,૬૨૨ વિધાર્થીઓએ અભ્યાસ છોડો હતો. યારે આઈઆઈટીમાં ઓબીસીના ૨,૦૬૬, એસસીના ૧,૦૬૮ અને એસસીના ૪૦૮ વિધાર્થીઓએ અભ્યાસ અધવચ્ચે છોડી દીધો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application