યુવા નોકરીના ચક્કરમાં ન પડો ઈ–રિક્ષા ચલાવીને કમાણી કરો
યુવા નોકરીના ચક્કરમાં ન પડો ઈ–રિક્ષા ચલાવીને કમાણી કરો
September 28, 2026 02:57 PM
ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકનો એક વીડિયો સામાજિક માધ્યમો પર ચર્ચામાં આવ્યો છે. તેમાં તેઓ નોકરીના ચક્કરમાં ન પડો, ઈ–રિક્ષા લો, ખૂબ ચલાવો અને ખૂબ પૈસા કમાઓ એવું કહેતા સંભળાય છે. નાયબ મુખ્યમંત્રી યુવાનોને નોકરી શોધવાના બદલે રિક્ષા ચલાવવાની સલાહ કેમ આપી રહ્યા છે, એવો સવાલ ઉઠાવીને અનેક લોકોએ તેમના નિવેદનની ટીકા કરી હતી. પાઠકે આ વાત લખનઉમાં ભારત ટેકસી સેવાના શુભારભં પ્રસંગે કરી હતી. કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત હતા અને પાઠકની સામે બેઠેલા લોકોમાં આ સેવા સાથે જોડાનારા વાહનચાલકોનો સમાવેશ થતો હતો. વાહનચાલકોને સંબોધતાં પાઠકે નોકરી અને પોતાનું વાહન ચલાવવાના કામની સરખામણી કરી હતી. તેમણે કહ્યું કે બીજાની નોકરીમાં તેના સમય પ્રમાણે ચાલવું પડે છે, યારે પોતાનું વાહન ચલાવનાર પોતાનો સમય નક્કી કરી શકે છે. ચાર કલાક વાહન ચલાવ્યા પછી બપોરે ઘરે જઈને બાળકો સાથે બેસી શકાય છે. ભોજન અને આરામ કર્યા બાદ ફરી સાંજે કામે નીકળી શકાય છે. દિવસની છેલ્લી સવારી પોતાના ઘરની નજીકની લેવાનું ઉદાહરણ પણ તેમણે આપ્યું હતું. કમાયેલા પૈસા પોતાના ઘરે આવે છે, એમ કહી તેમણે વાહનચાલકોને પોતાનું કામ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. નિવેદનનો વીડિયો પ્રસારિત થયા પછી રોજગારના પ્રશ્ન સાથે તેને જોડીને પાઠકની ટીકા શ થઈ હતી. બીજી તરફ, તેમણે આ વાત તમામ યુવાનોને સંબોધીને નહીં, પણ ટેકસી સેવાના કાર્યક્રમમાં હાજર વાહનચાલકોને સંબોધતી વખતે કરી હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં રાયના નાયબ મુખ્યમંત્રીના મોઢેથી નોકરીના ચક્કરમાં ન પડો એવા શબ્દો નીકળતાં નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે.