BREAKING NEWS

પિતાએ પરીક્ષા આપવાની ના પાડતા તરૂણીએ છોડ્યું ઘર

  • October 03, 2025 02:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જુનાગઢ ૧૮૧ મહિલા હેલ્પલાઇનની તાત્કાલિક કામગીરીથી ત‚ણીને સુરક્ષિત રીતે સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો છે.
૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં  રેલ્વે સ્ટેશનથી ફોન આવેલ કે એક તરૂણી મળી આવેલ છે.જેથી તેની મદદ માટે ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમની મદદ જ‚ર હોય જેથી ફરજ પરના કર્મચારી કાઉન્સેલર પ્રિયંકા ચાવડા,મહિલા પોલિસ અસ્મિતાબેન અને પાઈલોટ રાહુલભાઈ ખાવડુ સ્થળ પર દોડી ગયેલ અને મહિલા  આર.પી.એફ. એ.એસ.આઈ. હેતુબા ગોહીલને મળીને સમગ્ર હકિકત જાણેલ કે,ત‚ણી  ઘરેથી ભાગીને આવેલ હોય ટ્રેનમાં એક મુસાફર યાત્રીને મળેલ તેમણે રેલ્વે સ્ટેશન પર તેમણે રેલ્વે પોલીસને સોંપેલ હોય  તરૂણીનું કાઉન્સલિંગ કરતા જણાવ્યું કે તરૂણી બિહાર રાજ્યના રહેવાસી હોય હાલ ગુજરાત રાજ્યમાં રાજકોટ શહેરમાં કામ કરવા માટે આવેલ હોય એક કંપનીમાં કામ કરી રહ્યા હોય તરૂણી ધો-૧૨ માં અભ્યાસ કરતા હોય જેની પરીક્ષા ફેબ્રુઆરી-૨૦૨૬માં હોય જેથી તેમના વતન બિહારમાં પરીક્ષા આપવા માટે તેના  પિતાને જણવેલ પરંતુ તેના પિતાએ અભ્યાસ કરવાની ના પાડેલ હોય,જેથી ત‚ણીએ તેના પિતા સાથે ઝઘડો કરેલ અને ઘરેથી કહ્યા વગર નીકળી આવેલ હોય ટ્રેનમાં બેસી ને જુનાગઢ પહોંચી ગયા અને એક  મુસાફર બહેનને મળતા આ હકીકત જણાવેલ હોય જેથી મુસાફર બહેને ત‚ણીની સલામતી જણાતા રેલ્વે પોલીસ સ્ટેશનને સોંપેલ હોય તરૂણીના પિતાનો ફોન પર સંપર્ક કરતા જણાવેલ કે તેમની દીકરી જુનાગઢ રેલ્વે સ્ટેશન પર મળી આવેલ છે તેની  જાણ કરેલ ત‚ણીને આગળ અભ્યાસ કરવો હોય માટે તેના પિતાને  સમજાવેલ કે તેમની દીકરીને  આગળ અભ્યાસ કરવો છે.જેથી તેને આગળ અભ્યાસ કરાવે તેઓ રાજકોટથી તેમની દીકરીને તેડવા માટે આવતા હોય જેથી હાલ માટે ત‚ણીને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્ચય અપાવેલ હોય અને તેઓ જુનગાઢ સખી વન સ્ટોપ સેન્ટર  આવેલ તેમની દીકરીને  લઇ ગયેલ અને ૧૮૧ મહિલા હેલ્પલાઇન અને સખી વન સ્ટોપ  સેન્ટર અને રેલ્વે પોલીસ સ્ટેશનનો આભાર માન્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News