યુવાને રાષ્ટ્રીય સ્તરની સોફટબોલ સ્પર્ધામાં કર્યુ ઉત્કૃષ્ટ પ્રદર્શન

  • May 15, 2025 02:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરની ગોઢાણિયા કોલેજમાં સમાજકાર્ય વિભાગના પ્રથમ વર્ષના વિદ્યાર્થીએ સોફ્ટબોલ સ્પર્ધામાં નેશનલ સ્તરે પસંદગી પામી ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવ્યું છે 
ડો. વી. આર. ગોઢાણીયા કોલેજના સમાજકાર્ય વિભાગના પ્રથમ વર્ષના વિદ્યાર્થી મોઢવાડિયા કાના ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રીય કક્ષાની સોફ્ટબોલ રમતમાં પસંદગી પામ્યા હતા. તેઓએ ૧ લી મે ૨૦૨૫ ના રોજ આંધ્રપ્રદેશ ખાતે અર્જુન યુનિવર્સિટીમાં યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની સોફ્ટબોલ રમતમાં  ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સોફ્ટ બોલ રમતમાં અન્ય ૯૬ ટીમો વચ્ચે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી, સમાજકાર્ય વિભાગ અને સંસ્થાનું ગૌરવ વધાર્યું હતું. મોઢવાડિયા કાનાભાઈ એ કોલેજના પ્રથમ વર્ષમાં જ રમત ગમત ક્ષેત્રે ઘણી સિદ્ધિઓ મેળવી છે, ત્યારે કોલેજના પ્રથમ જ વર્ષમાં યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રીય કક્ષાની રમત માટે પસંદગી પામવું તે ખૂબ જ ગૌરવપૂર્ણ બાબત છે. અભ્યાસની સાથે સાથે રમત ગમત ક્ષેત્રે તેઓની રુચિ અને મહેનત દ્વારા તેઓએ આ તક મેળવી જે દરેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણા‚પ છે. 
ડો. વી. આર. ગોઢાણિયા કોલેજના સમાજકાર્ય વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને સમાજ કાર્ય અભ્યાસક્રમની સાથે નવી શિક્ષણ નીતિ મુજબ વિધાર્થીઓનાં કૌશલ્યનો વિકાસ થાય તે માટે સતત માર્ગદર્શન, તાલીમ અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. સમાજકાર્ય વિભાગ દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમો, સ્કીલ ડેવલોપમેન્ટ સેમિનારો, સરકારી અને બિનસરકારી કચેરીઓની મુલાકાત, ગ્રામ્ય વિસ્તારોમાં ક્ષેત્રકાર્ય, શૈક્ષણિક પ્રવાસો નું આયોજન કરવામાં આવતું હોય છે. આમ, ગોઢાણિયા કોલેજના સમાજકાર્ય વિભાગ દ્વારા શૈક્ષણિક કાર્યની સાથે-સાથે સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓને પણ વિશેષ મહત્વ આપવામાં આવે છે.
સમાજકાર્ય વિભાગના વિદ્યાર્થી મોઢવાડિયા કાનાએ રાષ્ટ્રીય કક્ષાએ સોફ્ટ બોલ રમતમાં પસંદગી પામી અને આંધ્ર પ્રદેશ ખાતે અર્જુન યુનિવર્સિટીમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી નું પ્રતિનિધિત્વ કર્યું, તેઓની આ સિદ્ધિ બદલ  સંસ્થાના પ્રમુખ ડો. વિરમભાઇ ગોઢાણીયા, ટ્રસ્ટી જયશ્રીબેન ગોઢાણીયા, ટ્રસ્ટી ભરતભાઇ વિસાણા, બી.એડ. કોલેજના પ્રિન્સિપલ તથા વર્કિંગ ટ્રસ્ટી ડો. હિનાબેન ઓડેદરા તથા બી. એડ. કોલેજના ડાયરેક્ટર ડો. એ. આર. ભરડા સાહેબ તથા ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર રણમલભાઈ કારાવદરાએ તેમજ તમામ સ્ટાફ સભ્યો દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News