BREAKING NEWS

યુવક કોંગ્રેસ દ્વારા જામનગરમાં વોટ ચોર ગાદી છોડ સહી ઝુંબેશ

  • October 13, 2025 12:05 PM 


ગુજરાત યુવક કોંગ્રેસના આદેશ અનુસાર રવિવારે જામનગરમાં શહેર યુવક કોંગ્રેસના નેજા હેઠળ અલગ-અલગ સ્થળોએ વોટ ચોર ગાદી છોડની સહી ઝુંબેશના ભાગરૂપે લોકોની સહી લેવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લોકોએ ઠેર-ઠેર સહકાર આપ્યો હતો. 


આ કાર્યક્રમમાં ગુજરાત યુવક કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, મહામંત્રી પ્રવિણભાઇ વણોલ, રવિભાઇ જીત્યા અને ઓલ ઇન્ડીયા યુવક કોંગ્રેસના મંત્રી પવનભાઇ મજીઠીયા પણ જામનગર આવ્યા હતાં, કાર્યક્રમમાં શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ ડો.તોસીફખાન પઠાણ, જામનગર કોંગ્રેસના અગ્રણીઓ પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, પૂર્વ કોર્પોરેટર આનંદ ગોહિલ, કોર્પોરેટર જૈનબબેન ખફી, જિલ્લા મહીલા કોંગ્રેસના પ્રમુખ કૃપાબા જાડેજા, પાર્થ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં.


​​​​​​​
  યુવક કોંગ્રેસના મહામંત્રી શકિતસિંહ જેઠવા, ગુજરાત એનએસયુઆઇના મહામંત્રી મહીપાલસિંહ જાડેજા, જામનગર એનએસયુઆઇના પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ, જાવીદભાઇ ખફી, દેવરાજભાઇ બાબરીયા, સંદીપભાઇ બાલાસરા, દર્શનભાઇ રાઠોડ સહિતના કાર્યકરો અલગ-અલગ સ્થળેથી ઉપસ્થિત રહ્યા હતાં. 


કાર્યકરોએ કહ્યું હતું કે, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બાદ મતદાર યાદીમાં ગેરરીતીઓ અંગે ગંભીર ચિંતા વ્યકત કરવામાં આવી હતી, તા.૭ ઓગષ્ટના રોજ રાહુલ ગાંધી દ્વારા આ અંગે ભારપૂર્વક રજૂઆતો કરવામાં આવી હતી, તેમણે કર્ણાટકના એક મત વિસ્તારનો પુરાવો પણ રજૂ કરીને ગેરરીતિઓેને ઉઘાડી પાડી હતી. ચૂંટણી પંચની નજર હેઠળ કઇ હદે કેટલી ગેરરીતિ અને છેતરપીંડી થાય છે તે અંગે આક્ષેપ કર્યો હતો. મતદાર યાદીમાં ચૂંટણીમાં ગેરરીતિ સામેની લડતને વધારવા દેશ વ્યાપી વોટ ચોર ગાદી છોડનો સહી ઝુંબેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સમગ્ર દેશભરમાંથી ૫ થી ૬ કરોડ સહી ભેગી કરવાની છે અને તમામ જિલ્લામાં તેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application