BREAKING NEWS

જામનગર : જોડીયાના પીઠડ ગામમાં યુવાન પર ધોકા વડે હુમલો નજીવી બાબતે ઝઘડો : ૬ શખ્સ સામે ફરીયાદ

  • November 27, 2025 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જોડીયાના પીઠડ ગામમાં નજીવી બાબતે ગામમાં રહેતા યુવાન પર ધોકા વડે હુમલો કરી ઇજા પહોચાડવામાં આવી છે, આ બનાવ અંગે ૬ સામે ફરીયાદ કરવામાં આવતા તપાસ ચલાવવામાં આવી રહી છે. 


જોડીયા તાલુકાના પીઠડ ગામમાં રહેતા ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરતા રસિક રામભાઇ સોઢીયા (ઉ.વ.૪૦) નામના યુવાને ગઇકાલે જોડીયા પોલીસ સ્ટેશનમાં પીઠડ ગામમાં રહેતા અલ્તાફ કમોરા, રેહાન કમોરા, ફૈઝલભાઇ, સાજીદ કમોરા, સલમાબેન કમોરા, રેહાનભાઇની માતાની વિરુઘ્ધ જુદી જુદી કલમો મુજબ ફરીયાદ નોંધાવી છે.


ફરીયાદી રસિકભાઇ તથા તેમના નાનાભાઇ ચેતનભાઇ વાડીએથી ઘર તરફ જતા હતા, ત્યારે રસ્તામાં આરોપી અલ્તાફના ઘર પાસે પહોંચતા ફરીયાદી અને તેના ભાઇએ અલ્તાફને તેમના ભત્રીજા રેહાન બાબતે વાત કરતા આરોપીએ ભત્રીજાને બોલાવતા બોલાચાલી અને ઝઘડો કરવા લાગ્યા હતા.
​​​​​​​

દરમ્યાન આરોપીએ ફરીયાદીને માથાના ભાગે ધોકા વડે ઘા ઝીંકી દઇ લોહીલુહાણ કરી ફરી વાર અહીં આવશો તો સારા વાટ નહીં રહે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી, ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. ફરીયાદ આધારે જોડીયાના પીએસઆઇ કે.ડી. જાડેજા તપાસ ચલાવી રહયા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News