માંગરોળમાં રૂપિયાની ઉઘરાણીમાં યુવક પર પાડોશી ભાઈઓનો હુમલો
માંગરોળમાં રૂપિયાની ઉઘરાણીમાં યુવક પર પાડોશી ભાઈઓનો હુમલો
October 10, 2026 10:13 AM
માંગરોળમાં શક્તિનગર વિસ્તારમાં રહેતા કુણાલ પુંજાભાઈ કોડીયાતરે પાડોશમાં રહેતા કાના દિનેશ કરમટા અને તેના ભાઈ દિનેશ કરમટા સાથે અગાઉ મનદુખ થયું હતું. કૃણાલે કાના દિનેશ પાસેથી ગાય ખરીદવા સુથીના રૂ.૧૦ હજાર આપ્યા હતા. પરંતુ કાનાએ ગાય વેચવી ન હોવાથી ૬ હજાર આપ્યા હતા પરંતુ બાકીની રકમ ન આપી હતી જેથી કૃણાલે બાકીની ૪ હજાર રકમ પરત આપવા જણાવતા બંને ભાઈઓએ ગાળો ભાંડી માર મારી ઇજાગ્રસ્ત કર્યા હતા. માંગરોળ પોલીસમાં કાના કરમટા અને ભીમા કરમટા વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.