શહેરમાં રાત્રીના સમયે પુરપાટ ઝડપે બાઈક હંકારી નીકળતા અકસ્માત થયાના ત્રણ દિવસમાં બે બનાવ બન્યા છે. જેમાં બે દિવસ પહેલા મહિલા કોલેજ અન્ડર બ્રિજ પાસે બાઈક ડિવાઈડર સાથે અથડાતા ત્રિપલ સવારી યુવકો ફંગોળાતા કાકા-ભત્રીજા સહીત ત્રણને ગંભીર ઈજાઓ થતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જયારે ગઈકાલે હેમુગઢવી હોલ પાસે ડબલ સવારી બાઈક સ્લીપ થતા યુવાનનું મોત થયું છે જયારે મિત્ર નો બચાવ થયો છે.
પ્રાપ્ત વિગત મુજબ વિજય પ્લોટ શેરી નંબર-27માં રહેતો રાજન સુરેશભાઈ ઠાકોર (ઉ.વ.19)નો બાઈક લઈને મિત્ર સાથે રાત્રીના ઘરેથી આટો મારવા જવાનું કહી નીકળ્યો હતો ત્યારે હેમુગઢવી હોલ પાસે બાઈક સ્લીપ થતા બંને રોડ પર પટકાતા પસાર થતા વાહન ચાલકો સહિતના દોડી આવ્યા હતા અને 108 મારફતે તાકીદે સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા. સાથે રહેલા મિત્રને સામાન્ય છોલછાલ થઇ હતી. તેણે રાજનના પરિવારને ફોન કરી બનાવની જાણ કરતા પરિવારજનો પણ હોસ્પિટલએ દોડી ગયા હતા. રાજનને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ હોવાથી ચાલુ સારવાર ડામરિયાં વહેલી સવારે મોત નીપજ્યું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસને કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃત્તક યુવાન બે ભાઇમાં નાનો હતો અને ઘર નજીક આવેલા કારખાનામાં કામ કરતો હતો. રાત્રે મિત્ર સાથે આટો મારવા નીકળ્યો ત્યારે બાઈક સ્લિપ થઈ જતા બનાવ બન્યો હતો. આગળની કાર્યવાહી એ ડિવિઝન પોલીસે હાથ ધરી છે. યુવકના મોતથી પરિવારમા કલ્પાંત સર્જાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application