BREAKING NEWS

કાગદડી પાસે ઇન્ડિયા બેવરેજીસમાં વીજશોક લાગતા યુવકનું મોત થયું

  • February 05, 2026 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ-મોરબી રોડ પર કાગદડી નજીક આવેલી ફોર્સ ઇન્ડિયા બેવરેજીસ કંપનીમાં ઓફિસ બોય તરીકે કામ કરતા યુવકનું વીજશોકથી મોત થતા અરેરાટી મચી જવા પામી છે. યુવક લોખંડની સીડી ઉભી કરતો હોય ત્યારે ઉપરથી જતી વીજલાઇનમાં સીડી અડી જતા બનાવ બન્યો હતો.


પ્રાપ્ત વિગત મુજબ મોરબી રોડ કાગદડી પાસે માધવ હોટેલ પાછળ આવેલી ઇન્ડિયા બેવરેજીસ કંપનીમાં ઓફિસ બોય તરીકે કામ કરતો અને ત્યાંજ પિતા સાથે રહેતો સૂરજ ધીરજલાલ ઝા (ઉ.વ.21)નો યુવક સાંજે પાંચેક વાગ્યે કંપનની અગાસીએ લોખંડની સીડી ઉભી કરતો હતો ત્યારે ધ્યાન ન રહેતા સીડી ઉપરથી જતીપીજીવીસીએલની હાઈ વોલ્ટેજ લાઈનમાં અડી જતા શોર્ટ લાગવાથી યુવક ત્યાંજ ઢળી પડ્યો હતો. બનાવના પગલે સાથી કર્મીઓ સહિતના દોડી ગયા હતા ને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર કારગત નીવડે પૂર્વે જ દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક યુવક બે ભાઇમાં નાનો હતો અને મૂળ બિહારનો વતની હતો. બનાવથી વતનમાં રહેતા પરિવારમાં શોક છવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application