BREAKING NEWS

ગોંડલના કમઢીયા નજીક બે બાઈક વચ્ચે અકસ્માત: યુવકનું મોત

  • February 27, 2026 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલના કમઢીયા નજીક બે બાઈક સામ સામે અથડાતા બંને બાઈક સવાર યુવકને ઈજાઓ થવાથી એકનું મોત નીપજ્યું હતું. કરમાર કોટડાનો યુવાન બેંકમાં પૈસા જમા કરાવવા જતો હતો ત્યારે અકસ્માત નડ્યો હતો.


બનાવની પ્રાપ્ત વિગત મુજબ મૂળ એમપીનો અને ગોંડલના કરમાર કોટડા ગામની સીમમાં આવેલી વાડીએ ભાગિયું રાખી ખેતીકામ કરતો વિજયસીંગ રામસીંગ ભુરિયા (ઉ.વ.33)નો યુવાન ગઇકાલે સવારે આઠેક વાગ્યે મોટરસાઇકલ લઈ ગોંડલ તરફ જઈ રહયો હતો ત્યારે કમઢીયા પાસે સામેથી આવતા બાઈક સાથે બાઈક અથડાતા બંને ચાલક રોડ પર પટકાયા હતા. જેમાં વિજયસિંગને વધુ ગંભીર ઇજા થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે સુલતાનપુર પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક યુવાનને ત્રણ પુત્રી અને એક પુત્ર છે, અને પોતે બે ભાઈ એક બહેનમાં મોટો હતો. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application