BREAKING NEWS

મોબાઈલની લોન ભરપાઈ ન થતા નોટીસ આવવાથી યુવકે ફિનાઈલ પીધું

  • December 10, 2025 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં આર્થિક સંકટમાં આવી જતા લોકો છેવટે આપઘાત કે આપઘાતનો પ્રયાસ કરતા હોવાના અનેક બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. ત્યારે પેડક રોડ પર આવાસ ક્વાર્ટરમાં રહેતા યુવકે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. યુવકે મોટાભાઈને લોન કરાવી મોબાઈલ લઇ આપ્યો હતો જે લોનની ભરપાઈ ન થવાથી નોટિસ આવી હતી તેની ચિંતામાં પગલું ભર્યાનું જાણવા મળ્યું છે.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ પેડક રોડ પર બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશન નજીક આવાસ ક્‍વાર્ટરમાં રહેતાં સતિષભાઇ હિમતભાઇ ગડીયા (ઉ.વ.૩૦)એ સાંજે ઘરે ફિનાઇલ પી લેતા તાકીદે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

સતિષભાઇ રિક્ષા હંકારી પરિવારનું ગુજરાન ચલાવે છે. સંતાનમાં એક દિકરો એક દિકરી છે. સ્વજનના જણાવ્યા મુજબ સતિષભાઇએ તેના મોટા ભાઇને લોનથી ૧૮,૫૦૦ની કિંમતનો મોબાઇલ ફોન લઇ દીધો હતો. આ હપ્‍તા મોટાભાઇને ભરવાના હતાં. પરંતુ મોટો ભાઈ હપ્તો ભરતો ન હોવાથી નોટીસ આવતાં હપ્તા બાબતે મોટા ભાઇને પૂછ્યું હતું આથી બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી થતા પોતાને માઠુ લાગી આવતા ફિનાઈલ પી લીધું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News